હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિને કૅરેબિયન દેશમાં અનોખી ઓળખ અપાવવાની દિશામાં એક મોટું પગલું મંડાઈ રહ્યું છે
પ્રતીકાત્મક તસવીર
હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિને કૅરેબિયન દેશમાં અનોખી ઓળખ અપાવવાની દિશામાં એક મોટું પગલું મંડાઈ રહ્યું છે. ટ્રિનિડૅડ ઍન્ડ ટબૅગોની રાજધાની પોર્ટ ઑફ સ્પેનમાં ભવ્ય રામ મંદિરના નિર્માણની તૈયારીઓ થઈ રહી છે.
લગભગ ૧૫ લાખની વસ્તી ધરાવતા આ દેશમાં સાડાત્રણ લાખથી વધુ હિન્દુઓ રહે છે. આ એ દેશોમાંનો એક છે જ્યાં હિન્દુ ધર્મ અને સાંસ્કૃતિક પરંપરાઓ આજે પણ રાષ્ટ્રીય સ્તરે ખૂબ ઊંડાણપૂર્વક જોડાયેલી રહી છે. એ જ કારણોથી ટ્રિનિડૅડ ઍન્ડ ટબૅગોને લાંબા સમયથી રામાયણના દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે.
ADVERTISEMENT
દેશના પબ્લિક યુટિલિટીઝ ખાતાના પ્રધાન બૅરી પદરથે કહ્યું હતું કે ‘ધાર્મિક નેતાઓ સાથે તાજેતરમાં મળેલી બેઠકમાં આ પહેલને સરકાર તરફથી મજબૂત સમર્થનની જાહેરાત થઈ છે. અહીં સદીઓથી ભારતીય પરંપરાઓ જીવિત છે અને સરકાર આ વિરાસતને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.’


