Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > વૈજ્ઞાનિકોનો દાવો-એક્સ-રે પરથી કહી શકાશે કે દર્દીને કોરોનાનું સંક્રમણ છે કે નહીં

વૈજ્ઞાનિકોનો દાવો-એક્સ-રે પરથી કહી શકાશે કે દર્દીને કોરોનાનું સંક્રમણ છે કે નહીં

20 January, 2022 11:14 AM IST | Scotland
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

આ અંતર્ગત હવે એક્સ-રેની મદદથી જાણી શકાશે કે દર્દીને કોરોના છે કે નહીં. વૈજ્ઞાનિકોએ પણ તેને 98 ટકા સચોટ ગણાવ્યું છે. ટેસ્ટમાં વ્યક્તિમાં વાયરસની હાજરીને શોધવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર

Covid-19

પ્રતીકાત્મક તસવીર


સ્કોટલેન્ડમાં (Scotland )વૈજ્ઞાનિકોના એક જૂથે કોરોના મહામારીને (Coronavirus Pandemic) લઈને એક નવો પ્રયોગ કર્યો છે. આ અંતર્ગત હવે એક્સ-રેની મદદથી જાણી શકાશે કે દર્દીને કોરોના છે કે નહીં. વૈજ્ઞાનિકોએ પણ તેને 98 ટકા સચોટ ગણાવ્યું છે. ટેસ્ટમાં વ્યક્તિમાં વાયરસની હાજરીને શોધવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવે છે.

સંશોધકોએ એમ પણ કહ્યું કે તે RT-PCR ટેસ્ટ કરતા ઝડપી હશે અને પરિણામ 5 થી 10 મિનિટમાં આવશે. RT-PCR રિપોર્ટ મેળવવામાં એક કલાકથી વધુ સમય લાગે છે. સંશોધકોએ કહ્યું કે લાંબા સમયથી એક ઝડપી અને ભરોસાપાત્ર સાધનની જરૂર હતી જે Covid-19ને શોધી શકે. એટલું જ નહીં, ઓમિક્રોન વેરિઅન્ટ પણ એક્સ-રે દ્વારા વહેલામાં વહેલી તકે શોધી કાઢવામાં આવશે.



UWS સંશોધકોના જણાવ્યા અનુસાર, નવી ટેકનિક એક્સ-રે ટેક્નોલોજીનો ઉપયોગ કરીને 3,000 થી વધુ ઈમેજીઝના ડેટાબેઝ સાથે સ્કેનની તુલના કરે છે, જે કોરોના દર્દીઓ, સ્વસ્થ વ્યક્તિ અને વાયરલ ન્યુમોનિયા સાથે કનેક્ટેડ છે. આ ટેક્નોલોજી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પ્રક્રિયા દ્વારા સંચાલિત છે જે વિઝ્યુઅલ એસેસમેન્ટનું વિશ્લેષણ અને નિદાન કરવા માટે અલ્ગોરિધમનો ઉપયોગ કરે છે. UWS વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે વ્યાપક પરીક્ષણ તબક્કા દરમિયાન, ટેક્નોલોજી 98 ટકાથી વધુ સચોટ સાબિત થઈ છે.


પ્રોફેસર રમઝાને કહ્યું કે ઘણા દેશો મર્યાદિત ડાયગ્નોસ્ટિક સાધનોને કારણે મોટી સંખ્યામાં કોવિડ ટેસ્ટ કરાવવામાં અસમર્થ છે. પરંતુ અમારા આ સંશોધન દ્વારા વાયરસનું ડિટેક્શન ઝડપથી થાય છે. પ્રોફેસરે કહ્યું કે વાયરસના ગંભીર કેસોનું નિદાન કરતી વખતે આ શોધ જીવન બચાવવા માટે અગત્યની સાબિત થઇ શકે છે, કારણકે તેનાથી નક્કી કરી શકાશે કે કઈ સારવારની જરૂર પડી શકે છે. જો કે, તેમણે સ્વીકાર્યું કે એક્સ-રે ચેપના પ્રારંભિક તબક્કા દરમિયાન COVID-19 લક્ષણો નથી દેખાતા, તેથી તે પીસીઆર પરીક્ષણોને સંપૂર્ણપણે નથી બદલી નાખતા.


Whatsapp-channel Whatsapp-channel

20 January, 2022 11:14 AM IST | Scotland | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK