ડોનલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન સરકારના ભારે ખર્ચ તથા ઊંચા વ્યાજદરના કારણે ૧૦ વર્ષમાં દેવું ડબલ
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાનું રાષ્ટ્રીય દેવું માત્ર એક દાયકાના ટૂંકા સમયગાળામાં બમણું થઈ ગયું છે. ટ્રેઝરીના તાજા આંકડા મુજબ આ દેવું વધીને ૩૮૦૦ લાખ કરોડ રૂપિયા (૪૦ ટ્રિલ્યન ડૉલર)ના સ્તરે પહોંચી ગયું છે. ડોનલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન સરકારના ભારે ખર્ચ તેમ જ ઊંચા વ્યાજદરના કારણે દેવામાં સતત વધારો થઈ રહ્યો છે. ૨૦૧૬માં આ દેવું ૧૯૦૦ લાખ કરોડ રૂપિયા (૨૦ ટ્રિલ્યન ડૉલર) હતું.
આર્થિક નિષ્ણાતોના મતે દેવાની આ સ્થિતિ લાંબા ગાળે ૨૦૦૮ની વૈશ્વિક મંદી જેવું મોટું સંકટ લાવી શકે છે. ૩૦ વર્ષના બૉન્ડ પર વ્યાજદર વધીને ૫.૩૪ ટકા થયો છે જે છેલ્લાં ૨૦ વર્ષમાં સર્વોચ્ચ છે. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા સરકારે બૉન્ડ બાયબૅક વધારવાની જાહેરાત કરી છે.
