આગમાં ૬૭ ચોરસ માઇલનો વિસ્તાર બળીને ખાખ થયો છે. ૨૦૦થી વધારે બાંધકામ આગમાં સ્વાહા થયાં છે.
સાઉથ કોરિયાનાં સાઉથ-ઈસ્ટ જંગલોમાં લાગેલી આગ
સાઉથ કોરિયાનાં સાઉથ-ઈસ્ટ જંગલોમાં લાગેલી આગમાં ૨૪ જણે જીવ ગુમાવ્યા છે. ગઈ કાલે ફાયર ડિપાર્ટમેન્ટનું હેલિકૉપ્ટર તૂટી પડતાં પાઇલટનું મૃત્યુ થયું હતું. સાઉથ કોરિયાના ઇતિહાસની આ સૌથી ભયાનક આગ છે જે ભારે પવનથી ઝડપથી ફેલાતાં ૨૭,૦૦૦થી વધારે લોકોને ઘર છોડીને નાસવું પડ્યું છે. ઈસૉન્ગ કાઉન્ટીમાં ૧૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં. મરનારમાં મોટા ભાગે વૃદ્ધ લોકોનો સમાવેશ થાય છે. સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે, જેલોમાંથી કેદીઓને બીજી જેલમાં મોકલવામાં આવી રહ્યા છે. આગમાં ૬૭ ચોરસ માઇલનો વિસ્તાર બળીને ખાખ થયો છે. ૨૦૦થી વધારે બાંધકામ આગમાં સ્વાહા થયાં છે.

