સુશીલા કાર્કીએ આગામી ૬ મહિનામાં ચૂંટણી યોજવાની કવાયત હાથ ધરી છે
વિરોધપ્રદર્શન કરનારા જેન-ઝી
સુશીલા કાર્કી નેપાલનાં વચગાળાનાં વડાં પ્રધાન બન્યા બાદ રાજકીય ઊથલપાથલનો અને સંકટનો હાલપૂરતો ઉકેલ આવ્યો છે. જોકે દેશમાં વિરોધપ્રદર્શન કરનારા જેન-ઝીએ હવે નવી માગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે પોલીસ-ગોળીબારમાં જે લોકોએ જીવ ગુમાવ્યો છે તેમને શહીદ જાહેર કરવા જોઈએ.
સુશીલા કાર્કીએ આગામી ૬ મહિનામાં ચૂંટણી યોજવાની કવાયત હાથ ધરી છે. નેપાલમાં ૬ મહિનામાં સંસદીય ચૂંટણીઓ યોજાશે. વિરોધપ્રદર્શનોમાં અત્યાર સુધીમાં ૫૧ લોકોએ જીવ ગુમાવ્યો છે અને હજારો લોકો ઘાયલ થયા છે. જીવ ગુમાવનારા લોકોના પરિવારો રસ્તા પર ઊતરી આવ્યા છે. તેઓ નવી સરકાર પાસે ન્યાય માટે વિનંતી કરી રહ્યા છે.

