આ સંપત્તિ સાથે તે વિશ્વની બીજી સૌથી ધનિક વ્યક્તિ લૅરી પેજને ૩૭૩ બિલ્યન ડૉલરથી વધુ પાછળ છોડી દે છે.
ઈલૉન મસ્ક
વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ ઈલૉન મસ્કની સંપત્તિ હવે ૬૦૦ બિલ્યન (આશરે ૫૪ લાખ કરોડ રૂપિયા)થી વધુ થઈ છે અને આટલી નેટવર્થ ધરાવતી પ્રથમ વ્યક્તિ બનીને તેમણે ઇતિહાસ રચ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં તેમની કુલ સંપત્તિમાં ૧૬૭ બિલ્યન ડૉલરનો વધારો થયો છે. ઈલૉન મસ્કની કુલ સંપત્તિમાં આ અચાનક વધારો તેમની રૉકેટ મૅન્યુફૅક્ચરિંગ કંપની સ્પેસઍક્સના વધતા મૂલ્યને કારણે છે. આના કારણે તેમની સંપત્તિ વિશ્વના અન્ય તમામ અબજોપતિઓ કરતાં ઘણી વધી ગઈ છે. ભારતના મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીએ જેટલી રકમની અત્યાર સુધીમાં કમાણી કરી છે એટલી રકમ તો મસ્કે માત્ર આ વર્ષમાં જ કમાઈ લીધી છે.
બ્લૂમબર્ગ બિલ્યનેર્સ ઇન્ડેક્સ અનુસાર ઈલૉન મસ્કની કુલ સંપત્તિ આશરે ૬૩૮ બિલ્યન ડૉલર (આશરે ૫૮ લાખ કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ છે. આ સંપત્તિ સાથે તે વિશ્વની બીજી સૌથી ધનિક વ્યક્તિ લૅરી પેજને ૩૭૩ બિલ્યન ડૉલરથી વધુ પાછળ છોડી દે છે.
ADVERTISEMENT
ઈલૉન મસ્કની આવકના મુખ્ય સ્રોત તેમની કંપનીઓ ટેસ્લા, સ્પેસઍક્સ, ઍક્સ, ઍક્સAI અને અન્ય છે. ટેસ્લા અને સ્પેસઍક્સ તેમની નેટવર્થમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. તેઓ ટેસ્લામાં આશરે ૧૩ ટકા અને સ્પેસઍક્સનો ૪૨ ટકા હિસ્સો ધરાવે છે.


