Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઑસ્ટ્રેલિયાના સિડનીમાં ૨૦૨૭માં ખૂલશે પહેલી હિન્દુ સ્કૂલ, સરકારે ૭૩ કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું

ઑસ્ટ્રેલિયાના સિડનીમાં ૨૦૨૭માં ખૂલશે પહેલી હિન્દુ સ્કૂલ, સરકારે ૭૩ કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું

Published : 07 June, 2025 01:39 PM | IST | Sydney
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એમાં કિન્ડરગાર્ટનથી ધોરણ ૧૨ સુધીના વર્ગો હશે અને અધિકારીઓ ૧૦૦૦થી વધુ સ્ટુડન્ટ્સને ભણાવવાની યોજના ધરાવે છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ઑસ્ટ્રેલિયાના શહેર સિડનીના નૉર્થ-વેસ્ટમાં આવેલા ઑકવિલમાં ૨૦૨૭માં હિન્દુ સ્કૂલ ખૂલવાની છે. આ હિન્દુ સનાતન સ્કૂલમાં ૨૦૨૭માં પ્રથમ બૅચ શરૂ કરવાનું લક્ષ્ય છે. એમાં કિન્ડરગાર્ટનથી ધોરણ ૧૨ સુધીના વર્ગો હશે અને અધિકારીઓ ૧૦૦૦થી વધુ સ્ટુડન્ટ્સને ભણાવવાની યોજના ધરાવે છે.


આ સંદર્ભમાં ઑસ્ટ્રેલિયાના શિક્ષણપ્રધાન જેસન ક્લેરે જણાવ્યું હતું કે ઑસ્ટ્રેલિયામાં ભારતીય સમુદાયને પ્રથમ હિન્દુ સ્કૂલ બનાવવામાં મદદ કરવા માટે ૮.૫ મિલ્યન ડૉલર એટલે કે આશરે ૭૩ કરોડ રૂપિયાનું અનુદાન આપવામાં આવશે, આ અનુદાન ઑસ્ટ્રેલિયન હિન્દુ સમુદાયના સપનાને વાસ્તવિકતા બનાવશે.



સિડનીમાં જ્યાં આ સ્કૂલ ખૂલશે ત્યાં ૪૫ ટકા લોકો ભારતીય ઑસ્ટ્રેલિયન છે. સ્કૂલની જમીન ભંડોળ ઊભું કરીને ખરીદવામાં આવી હતી. હિન્દુ એજ્યુકેશન ઍન્ડ કલ્ચરલ સેન્ટર (HEACC) સ્કૂલનું સંચાલન કરશે. સ્કૂલમાં ન્યુ સાઉથ વેલ્સ (NSW) પ્રાંતના અભ્યાસક્રમ ઉપરાંત ધાર્મિક શિક્ષણ આપવામાં આવશે. સ્ટુડન્ટ્સ પાસેથી કેટલી ફી લેવામાં આવશે એ નક્કી નથી, પણ એ વાર્ષિક ૧૦,૦૦૦થી ૧૫,૦૦૦ ડૉલર વચ્ચે હોવાનો અંદાજ છે.


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2025 01:39 PM IST | Sydney | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK