આફ્રિકી દેશ ઝામ્બિયામાં ઍરપોર્ટ પર ૨૭ વર્ષના ભારતીય યુવકની દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી
પ્રતીકાત્મક તસવીર
આફ્રિકી દેશ ઝામ્બિયામાં ઍરપોર્ટ પર ૨૭ વર્ષના ભારતીય યુવકની દાણચોરીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી ૨.૩૨ મિલ્યન ડૉલર (૧૯ કરોડ રૂપિયા)ની રોકડ અને ચાર કરોડથી વધુની કિંમતની સોનાની સાત ઈંટ જપ્ત કરવામાં આવી હતી. આરોપી આ તમામ સામાન સૂટકેસમાં ભરીને દુબઈ જવાની તૈયારી કરી રહ્યો હતો. જોકે તે દુબઈ પહોંચે એ પહેલાં જ ઝામ્બિયા પોલીસે તેને ઍરપોર્ટ પરથી ઝડપી લીધો હતો.

