Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ભારતને જે રા‍ૅકેટ બનાવતાં અમેરિકાએ રોક્યું હતું એ જ રૉકેટમાં અમેરિકાનો સૌથી મોંઘો નિસાર ઉપગ્રહ લૉન્ચ

ભારતને જે રા‍ૅકેટ બનાવતાં અમેરિકાએ રોક્યું હતું એ જ રૉકેટમાં અમેરિકાનો સૌથી મોંઘો નિસાર ઉપગ્રહ લૉન્ચ

Published : 31 July, 2025 09:58 AM | IST | Washington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતના ઇસરો અને અમેરિકાના નાસાએ સાથે મળીને આ ઉપગ્રહ તૈયાર કર્યો છે

૧.૫ અબજ ડૉલરના ખર્ચે તૈયાર થયેલો નિસાર ઉપગ્રહ પાંચ વર્ષ સુધી સમગ્ર પૃથ્વી પર નજર રાખશે.

૧.૫ અબજ ડૉલરના ખર્ચે તૈયાર થયેલો નિસાર ઉપગ્રહ પાંચ વર્ષ સુધી સમગ્ર પૃથ્વી પર નજર રાખશે.


અમેરિકાની સ્પેસ એજન્સી નૅશનલ ઍરોનૉટિક્સ ઍન્ડ સ્પેસ ઍડ્‍મિનિસ્ટ્રેશન (NASA-નાસા)ના સહયોગમાં ઇન્ડિયન સ્પેસ ઍન્ડ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ISRO-ઇસરો)એ એનું સૌથી મોંઘું અવકાશ મિશન NISAR (નાસા-ઇસરો સિન્થેટિક ઍપર્ચર રડાર-નિસાર) લૉન્ચ કર્યું છે. ઉપગ્રહ લૉન્ચ કરવા માટે બાહુબલી મનાતા જિયોસિન્ક્રોનસ સૅટેલાઇટ લૉન્ચ વેહિકલ GSLV-F16થી એનું લૉન્ચ ગઈ કાલે સાંજે ૫.૪૦ વાગ્યે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટામાં આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટરથી કરવામાં આવ્યું હતું. આ એક પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ છે જે નાસાના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો છે. એની કુલ કિંમત ૧.૫ અબજ અમેરિકન ડૉલર (આશરે ૧૩,૧૨૦ કરોડ રૂપિયા) છે. એમાં ભારતનો હિસ્સો આશરે ૭૮૮ કરોડ રૂપિયા છે. આ ઉપગ્રહનું આયુષ્ય આશરે પાંચ વર્ષ છે.


આ એક ઉપગ્રહને ઇસરોએ નાસાના સહયોગથી તૈયાર કર્યો છે. એને સન સિન્ક્રોનસ ઑર્બિટ (સૂર્ય સમન્વયિત ધ્રુવીય) ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. અહીંથી એ સમગ્ર પૃથ્વી પર નજર રાખશે. ૯૭ મિનિટમાં એ પૃથ્વીનું ચક્કર કાપશે



નાસા અને ઇસરોએ ઘણાં વર્ષોની મહેનત પછી આ મિશન પૂરું કર્યું છે. ઇસરોએ એને ભારતના બાહુબલી રૉકેટ GSLV-F16થી લૉન્ચ કર્યો છે. અગાઉ ઇસરોએ પૃથ્વી પર નજર રાખવા માટે રિસોર્સ સૅટેલાઇટ અને રિસાટ સહિતના ઉપગ્રહો લૉન્ચ કર્યા છે, પરંતુ આ ઉપગ્રહો ફક્ત ભારતીય ક્ષેત્ર સુધી મર્યાદિત હતા. નોંધનીય છે કે ૧૯૯૦ના દાયકામાં અમેરિકાએ ભારતને GSLV ટેક્નૉલૉજીથી વંચિત રાખવાના અને ભારતને આ રૉકેટ બનાવતાં અટકાવવાના પ્રયાસ કર્યા હતા.


નિસાર પૃથ્વી પર નજર રાખશે

નિસાર એ પહેલો રડાર ઉપગ્રહ છે જે અવકાશમાંથી પૃથ્વીનો નકશો બનાવશે. એ વિવિધ પ્રકારના પર્યાવરણીય અને ભૂસ્તરશાસ્ત્રીય ફેરફારો પર નજર રાખશે. પહેલાં એને નીચી પૃથ્વી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યો છે. એ અહીં રહેશે અને ત્રણ વર્ષ સુધી સતત દેખરેખ રાખશે. આ ઉપગ્રહ જમીનનો નકશો દોરી શકે છે, એ બરફથી ઢંકાયેલા પર્વતો અને જંગલો વિશે પણ જણાવી શકે છે. તેથી જ એને ગ્લૅસિયર પીગળવા, જમીનના ભૂસ્ખલન અને જ્વાળામુખીના ભૂકંપના સચોટ અભ્યાસમાં મદદરૂપ માનવામાં આવે છે. આ ઉપરાંત એ કૃષિ, સપાટી પર ભેજ, માળખાગત સુવિધાઓનું પણ નિરીક્ષણ કરશે.


વજન આશરે . ટન

નિસાર ઉપગ્રહનું વજન ૨.૫ ટન (૨૩૯૨ કિલો) છે. એને પૃથ્વીથી ૭૪૮ કિલોમીટર ઉપર લૉન્ચ કરવામાં આવ્યો છે. નીચી પૃથ્વી ભ્રમણકક્ષામાંથી એ ૧૨ દિવસે મહાસાગરોના પેટાળની તસવીરો લઈને મોકલશે. એ એક સમયે ૨૪૦ કિલોમીટરના વિસ્તારને આવરી લેશે અને પાંચ વર્ષ સુધી સતત કામ કરતો રહેશે.

લાઇટ વિના પણ તસવીરો લેશે

નિસારમાં વપરાતી ટેક્નૉલૉજી વાદળોની પેલે પાર પણ નજર રાખી શકે છે. એ હાઈ રેઝોલ્યુશન ચિત્રો લેવામાં સક્ષમ છે. એને લાઇટની પણ જરૂર નથી. એ અંધારામાં પણ ડેટા એકત્રિત કરી શકે છે એટલે કે એ એક એવો ઉપગ્રહ બનવા જઈ રહ્યો છે જે ૨૪ કલાક પૃથ્વી પર નજર રાખી શકશે.

Whatsapp-channel Whatsapp-channel

31 July, 2025 09:58 AM IST | Washington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK