Lebanon Pager Blasts: લેબનોનના ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાએ આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું. સર્વત્ર ચીસો અને આક્રંદ સંભળાતા હતા
પેજર વિસ્ફોટથી ઘાયલ થયેલા ઘણા લોકોના આવ્યા બાદ અમેરિકન યુનિવર્સિટી હોસ્પિટલની બહાર ભેગા થયેલા લોકો
કી હાઇલાઇટ્સ
- કોઈનું પેજર ખિસ્સામાંથી ફૂટ્યું, તો કોઈનું પેજર તેના હાથમાં ફૂટ્યું
- લગભગ 2,800 લોકો ઘાયલ થયા છે અને તેમાંથી 200થી વધુ લોકોને વધુ ઇજા થઈ છે
- આ હુમલાને કારણે જે ઇજાઓ થઈ છે તે માણસોના ચહેરા, હાથ અને પેટ પર જોવા મળી હતી
મંગળવારે લેબનોન અને સીરિયાના કેટલાક વિસ્તારોમાંથી ભયાવહ સમાચાર સામે આવ્યા હતા. પ્રાપ્ત અહેવાલો અનુસાર અહીં શ્રેણીબદ્ધ પેજર બ્લાસ્ટ (Lebanon Pager Blasts) થયા હતા. પેજરમાં લગભગ એક કલાક સુધી બ્લાસ્ટ ચાલુ જ રહ્યા હતા. કોઈનું પેજર ખિસ્સામાંથી ફૂટ્યું, તો કોઈનું પેજર તેના હાથમાં ફૂટ્યું હોય તેવા હ્ર્દયદ્રાવક દૃશ્યો સામે આવ્યા હતા. સર્વત્ર ચીસો અને આક્રંદ સંભળાતા હતા. તમને જણાવી દઈએ કે લેબનોનના ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાએ આ હુમલા માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું હતું.
અત્યારે એવા પણ અહેવાલો સામે આવી રહ્યા છે કે ઇઝરાયલે હિજ્બુલ્લાહ વિરુદ્ધ મોસાદના ગુપ્ત ઓપરેશન હેઠળ આ પેજરમાં વિસ્ફોટકને ફિટ કર્યા હતા. હિજ્બુલ્લાહે તાઇવાનની ગોલ્ડ એપોલો નામની કંપનીને લગભગ 3000 પેજરના ઓર્ડર આપ્યા હતા.પરંતુ આ પેજર લેબનાન પહોંચતા પહેલા જ તેમાં છેડછાડ (Lebanon Pager Blasts) કરી હોવાની માહિતી સામે આવી છે. આ પેજરોને આ વર્ષે એપ્રિલથી મે દરમિયાન તાઇવાનથી લેબનાન મોકલવામાં આવ્યા હતા. આથી જ એવું કહી શકે કે આ સમગ્ર ષડયંત્ર ઘણા સમયથી જ રચાઇ રહેલું હોવું જોઈએ.
ADVERTISEMENT
૯ લોકોના કરૂણ મોત
આ વિસ્ફોટ બાદ મંગળવારે લેબનોનમાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે. આ સાથે જ લગભગ 2,750 જેટલાં લોકો ઘાયલ થયા હતા. હિઝબુલ્લાએ જણાવ્યું હતું કે તેના બે ફાઇટર્સ પણ માર્યા ગયા છે, આતંકવાદી જૂથે વિસ્ફોટો (Lebanon Pager Blasts) માટે ઇઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે.
લેબનોન દેશમાં પેજર વિસ્ફોટોમાં 2,750 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાની વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત થયા છે. અત્યારે તો આ વિસ્ફોટને લઈને ઈઝરાયેલી સેના તરફથી કોઈપણ પ્રકારની વાત કે નિવેદન આપવામાં આવ્યું નથી.
તમને જણાવી દઈએ કે ગાઝા યુદ્ધ શરૂ થયા બાદ હિઝબોલ્લાહે તેના સભ્યોને મોબાઈલ ફોનથી દૂર રહેવા અને ઈઝરાયેલના ભંગને રોકવા માટે તેની પોતાની ટેલિકોમ્યુનિકેશન સિસ્ટમ પર આધાર રાખવાની સૂચના જારી કરી હતી. લેબનીઝ આંતરિક સુરક્ષા દળો જણાવે છે કે દેશભરમાં સંખ્યાબંધ વાયરલેસ સંચાર ઉપકરણોને વિસ્ફોટ કરવામાં આવ્યા હતા.
આ જે પેજર્સ હતા તે તાઈવાની કંપનીના AP924 મોડલના હોવાનો ખુલાસો થયો છે. તાઈવાનથી લેબનોન મોકલવામાં આવેલા પેજરના બેચમાં દરેક પેજર સાથે એકથી બે ઔંસ વિસ્ફોટકોને જોડવામાં આવ્યા હતા. આ વિસ્ફોટક (Lebanon Pager Blasts) પેજરમાં લગાવેલી બેટરીની બાજુમાં ફિટ કરવામાં આવ્યા હતા. લેબનોનમાં બપોરે 3.30 વાગ્યે આ પેજર્સ પર એક મેસેજ આવ્યો હતો. આ મેસેજે પેજરમાં ફીટ કરાયેલા વિસ્ફોટકને એક્ટિવ કર્યા હતા.
ઈઝરાયલ દ્વારા આ પહેલા પણ આ જ પ્રકારના ઘાતક હુમલાઓ કરવામાં આવ્યા હતા. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા ગુપ્તચર વિશ્લેષક ડેવિડ કેનેડીના જણાવ્યા અનુસાર ઇઝરાયલે 1996માં હમાસના નેતા યાહ્યા અયાશની હત્યા કરવા માટે તેના ફોનમાં 15 ગ્રામ આરડીએક્સ વિસ્ફોટક ફિટ કર્યા હતા. અને જ્યારે તેઓએ પિતાને ફોન જોડ્યો હતો ત્યારે તેમના ડિવાઇસમાં બ્લાસ્ટ થયો હતો.
2,800 લોકો થયા ગંભીર રીતે ઘાયલ
પ્રાપ્ત અહેવાલો અનુસાર આ હુમલા (Lebanon Pager Blasts)માં એક બાળકી સહિત નવ લોકોના મોત નિપજ્યાં છે. લગભગ 2,800 લોકો ઘાયલ થયા છે અને તેમાંથી 200થી વધુ લોકોને આની અસર ગંભીરરીતે થઈ છે. આ હુમલાને કારણે જે ઇજાઓ થઈ છે તે માણસોના ચહેરા, હાથ અને પેટ પર જોવા મળી હતી.