નૉર્થ કોરિયાની સેના દ્વારા ઉપયોગમાં લેવાતાં શસ્ત્રોને સામાન્ય રીતે સાઉથ કોરિયા દ્વારા ટૂંકા અંતરની બૅલેસ્ટિક મિસાઇલો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે
પ્રતીકાત્મક તસવીર
સાઉથ કોરિયાની સેનાએ જણાવ્યું હતું કે નૉર્થ કોરિયાએ ગુરુવારે સવારે રાજધાની પ્યૉન્ગયાંગ નજીક સુનાનથી નૉર્થ-વેસ્ટ દિશામાં દસથી વધુ મલ્ટિપલ-લૉન્ચ રૉકેટ છોડ્યાં હતાં. જોકે એણે અન્ય વિગતો આપી નથી. નોંધનીય છે કે સાઉથ કોરિયાએ અમેરિકા અને જપાન સાથે સંયુક્ત હવાઈ કવાયત યોજ્યાના એક દિવસ પછી આ ઘટના બની છે.
નૉર્થ કોરિયાની સેના દ્વારા ઉપયોગમાં લેવાતાં શસ્ત્રોને સામાન્ય રીતે સાઉથ કોરિયા દ્વારા ટૂંકા અંતરની બૅલેસ્ટિક મિસાઇલો તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલના ઠરાવો દ્વારા નૉર્થ કોરિયા પર બૅલેસ્ટિક મિસાઇલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે.

