Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાનમાં હૉસ્પિટલની બેદરકારીથી ૩૩૧ બાળકો HIV પૉઝિટિવ

પાકિસ્તાનમાં હૉસ્પિટલની બેદરકારીથી ૩૩૧ બાળકો HIV પૉઝિટિવ

Published : 15 April, 2026 11:38 AM | IST | Tonsa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક બાળકના મૃત્યુ બાદ થયો ખુલાસો, ચેપનું કારણ હતું સિરિન્જનો વારંવારનો ઉપયોગ

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


પાકિસ્તાનના પંજાબ પ્રાંતના તૌંસા શહેરમાં ૩૩૧ બાળકો HIV (હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસ) પૉઝિટિવ મળી આવ્યાં હતાં. આ કેસ નવેમ્બર ૨૦૨૪થી ઑક્ટોબર ૨૦૨૫ દરમ્યાન નોંધાયા હતા. આ કેસમાં સરકારી હૉસ્પિટલ સામે ગંભીર બેદરકારીના આરોપો લગાવવામાં આવ્યા છે. જાણવા મળે છે કે તૌંસા હૉસ્પિટલમાં સિરિન્જનો વારંવાર ઉપયોગ થઈ રહ્યો હતો. ઘણા કિસ્સાઓમાં એક જ દવાની શીશીથી અલગ-અલગ બાળકોને ઇન્જેક્ટ કરવામાં આવ્યાં હતાં, જેનાથી ચેપનું જોખમ વધી ગયું હતું.

૮ વર્ષના મોહમ્મદ અમીનના મૃત્યુ પછી આ કેસ પ્રકાશમાં આવ્યો હતો. તેની બહેન પણ HIV પૉઝિટિવ છે. માતાનો દાવો છે કે હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન બાળકોને દૂષિત સોયથી HIV થયો હતો.



હૉસ્પિટલના ગુપ્ત રેકૉર્ડિંગમાં એવું જોવા મળ્યું હતું કે મલ્ટિ-ડોઝ શીશી માટે ૧૦ વખત સિરિન્જનો ફરીથી ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચેપી રોગના નિષ્ણાતોના કહેવા મુજબ સિરિન્જનો પાછળનો ભાગ વાઇરસનો ચેપ ફેલાવી શકે છે.  


Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 11:38 AM IST | Tonsa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK