મલતબ કે તેમની કન્સલ્ટિંગ-ફી ૧૦૦૦ રૂપિયા છે તો રામનામનો જાપ કરનારાએ ૫૦૦ રૂપિયા જ આપવા પડશે
મણિપાલ હૉસ્પિટલના જાણીતા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ અને ડિરેક્ટર
કલકત્તાની મણિપાલ હૉસ્પિટલના જાણીતા ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલૉજિસ્ટ અને ડિરેક્ટરે તેમના પ્રાઇવેટ ક્લિનિકમાં એક ખાસ ડિસ્કાઉન્ટ સ્કીમ રાખી છે. તેમણે પોતાના ક્લિનિકમાં ‘જય શ્રીરામ’નો મંત્રોચ્ચાર કરનારા દરદીઓને કન્સલ્ટેશન-ફીમાં પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે. મલતબ કે તેમની કન્સલ્ટિંગ-ફી ૧૦૦૦ રૂપિયા છે તો રામનામનો જાપ કરનારાએ ૫૦૦ રૂપિયા જ આપવા પડશે. આ ઑફર તેમણે ક્લિનિકમાં પોસ્ટર લખીને જાહેર કરી છે અને સોશ્યલ મીડિયા પર પણ શૅર કરવામાં આવી છે. જોકે હેલ્થકૅરમાં ભગવાનની શ્રદ્ધાને જોડવા બદલ આ બાબતે વિવાદ ખડો થઈ ગયો છે. ડૉક્ટર હિન્દુવાદી રાજનીતિ કરી રહ્યા હોવાના આરોપો લાગી રહ્યા છે. જોકે ડૉક્ટરે કહ્યું હતું કે ‘આ મારો અંગત આઇડિયા હતો અને એનો હેતુ રાજ્યમાં હેલ્થકૅર સિસ્ટમમાં બદલાવને પ્રોત્સાહન આપવાનો છે. બંગાળમાંથી અનેક દરદીઓ સારવાર માટે બીજાં રાજ્યોમાં જાય છે ત્યારે સ્થાનિક સ્તરે હેલ્થકૅર પર લોકો ભરોસો મૂકે અને સ્ટાન્ડર્ડ સુધરે એ મારો હેતુ છે.’
