ભારતે કરેલી ઝેલમની રેલમછેલથી પાડોશી દેશમાં હાહાકાર મચી ગયો
ઝેલમ નદી
પહલગામમાં આતંકવાદી હુમલા બાદ ભારત ફુલ ઍક્શન મોડમાં છે અને તેથી પાકિસ્તાનમાં હાહાકાર મચી ગયો છે. ઝેલમ નદીમાં એકાએક જળપ્રવાહ વધારી દેવામાં આવતાં પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં ઇમર્જન્સી આદેશ લાગુ કરવામાં આવ્યો છે અને સ્વાસ્થ્ય કર્મચારીઓની રજા અને ટ્રાન્સફર રદ કરવામાં આવી છે. ૨૫ એપ્રિલે આ આદેશ જાહેર કરવામાં આવ્યો હતો અને તમામ હૉસ્પિટલો અને સ્વાસ્થ્ય યુનિટ્સને પોતપોતાના ડ્યુટી પૉઇન્ટ પર હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. સરકારી વાહનોનો ખાનગી ઉપયોગ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

