Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ટ્રમ્પની હત્યાના ઈરાન-સમર્થિત કાવતરા બદલ પાકિસ્તાની નાગરિક દોષી ઠર્યો, સજાનું એલાન બાકી

ટ્રમ્પની હત્યાના ઈરાન-સમર્થિત કાવતરા બદલ પાકિસ્તાની નાગરિક દોષી ઠર્યો, સજાનું એલાન બાકી

Published : 08 March, 2026 12:14 PM | IST | Pakistan
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આસિફ મર્ચન્ટે ઈરાનના ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)ના ઑપરેટિવ તરીકે કામ કર્યું હતું

આસિફ રઝા મર્ચન્ટ

આસિફ રઝા મર્ચન્ટ


૪૭ વર્ષના પાકિસ્તાની નાગરિક આસિફ રઝા મર્ચન્ટને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ અને અન્ય રાજકારણીઓની હત્યાના ઈરાન-સમર્થિત કાવતરાના ગુનામાં દોષી ઠેરવવામાં આવ્યો છે. આસિફ મર્ચન્ટે ઈરાનના ઇસ્લામિક રેવલ્યુશનરી ગાર્ડ કૉર્ઝ (IRGC)ના ઑપરેટિવ તરીકે કામ કર્યું હતું અને હત્યા કરવા માટે હિટમેનને ભાડે રાખ્યા હતા, પરંતુ હિટમેન ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ગુપ્ત એજન્ટ હોવાનું બહાર આવ્યું હતું જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી.

આસિફ રઝા મર્ચન્ટે ઈરાનના રેવલ્યુશનરી ગાર્ડ્સ કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યાનો બદલો લેવા માટે ટ્રમ્પની હત્યા કરવાની યોજના બનાવી હતી. વિદેશી લશ્કરી કામગીરીના વડા સુલેમાની જાન્યુઆરી ૨૦૨૦માં બગદાદમાં અમેરિકન ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા.



આસિફ મર્ચન્ટે કોર્ટમાં શું કહ્યું?


આસિફ મર્ચન્ટે કોર્ટમાં જણાવ્યું હતું કે ‘મારા પરિવારને ધમકી આપવામાં આવી હતી. ઈરાનમાં મારા સંબંધીઓ પર દબાણ કરવામાં આવ્યું હતું. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. મારી પત્ની પાકિસ્તાનમાં ૩ બાળકો સાથે રહે છે અને મારા પરિવારના સભ્યો પણ ઈરાનમાં છે.’

બીજા કોને મારવાનું આયોજન?


કોર્ટમાં આસિફ મર્ચન્ટે જણાવ્યું હતું કે તેને ક્યારેય કોઈ ચોક્કસ વ્યક્તિઓને મારવાનો આદેશ આપવામાં આવ્યો નહોતો, પરંતુ તેના ઈરાની સંપર્કે કાવતરાના સંબંધમાં ૩ લોકોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં પ્રેસિડન્ટ ટ્રમ્પ, ભૂતપૂર્વ પ્રેસિડન્ટ જો બાઇડન અને યુનાઇટેડ નેશન્સના ભૂતપૂર્વ રાજદૂત નિકી હેલીનો સમાવેશ હતો.

સજાનું એલાન બાકી

આ કેસમાં વકીલોના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આસિફ મર્ચન્ટને આંતરરાષ્ટ્રીય આતંકવાદ અને પૈસા માટે હત્યા બન્ને માટે દોષી ઠેરવવામાં આવ્યો છે. આ કેસમાં સજા હજી સુધી જાહેર કરવામાં આવી નથી.

આસિફ મર્ચન્ટ કોણ છે?

ભૂતપૂર્વ બૅન્કર અને નિષ્ફળ વેપારી આસિફ મર્ચન્ટ પાકિસ્તાની નાગરિક છે. અમેરિકન અધિકારીઓના મતે આસિફ મર્ચન્ટના ઈરાન સાથે ગાઢ સંબંધો હતા. આસિફ મર્ચન્ટે ૨૦૨૨ કે ૨૦૨૩માં પાકિસ્તાનમાં ઈરાનીઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. ૨૦૨૪માં હત્યાઓનું આયોજન કરવા માટે અમેરિકા મોકલવામાં આવતાં પહેલાં તે તેના હૅન્ડલર મેહરદાદ યુસુફને મળવા ઈરાન ગયો હતો. ૨૦૨૪ની ૧૨ જુલાઈએ તે અમેરિકા છોડવાની યોજના બનાવી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

08 March, 2026 12:14 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK