વિમાનને અમેરિકા લઈ જવાની માગણી કરી હતી. જોકે એ સમયે એક સહપ્રવાસીએ ટેલર પર ગોળી છોડી હતી અને તેને ઠાર કર્યો હતો અને એની સાથે વિમાનને હાઇજૅક કરવાનો પ્રયાસ રોકી દીધો હતો.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સેન્ટ્રલ અમેરિકાના દેશ બલીઝમાં વિમાનને હાઇજૅક કરીને અમેરિકા લઈ જવાની માગણી કરનારા ૪૯ વર્ષના અકિન્યેલા સાવા ટેલર નામના પ્રવાસીને એક સહપ્રવાસીએ પોતાની રિવૉલ્વરમાંથી ગોળી છોડીને ઠાર કરી દીધો હતો.
૧૭ એપ્રિલે ટ્રૉપિક ઍર બેલિઝનું વિમાન સવારે ૮.૩૦ વાગ્યે કૉરોઝોલથી સાન પેડ્રો જઈ રહ્યું હતું. વિમાનમાં ૧૬ પ્રવાસી પ્રવાસ કરતા હતા, એ સમયે ટેલરે તેની પાસે રહેલા ચાકુથી સાથી પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો જેમાં આશરે ત્રણ પ્રવાસી ઘાયલ થયા હતા. તેણે વિમાનને અમેરિકા લઈ જવાની માગણી કરી હતી. જોકે એ સમયે એક સહપ્રવાસીએ ટેલર પર ગોળી છોડી હતી અને તેને ઠાર કર્યો હતો અને એની સાથે વિમાનને હાઇજૅક કરવાનો પ્રયાસ રોકી દીધો હતો.

