વિરોધીઓ હિન્દી ભાષાનો વિરોધ કરી રહ્યા છે એ વિશે તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું
દેવેન્દ્ર ફડણવીસ
નૅશનલ એજ્યુકેશનની ૨૦૨૦ની પૉલિસી મુજબ મહારાષ્ટ્રની સ્કૂલોમાં એકથી પાંચ ધોરણમાં ત્રીજી ભાષા તરીકે હિન્દીને ફરજિયાત કરવામાં આવી છે એનો રાજ અને ઉદ્ધવ ઠાકરે સહિતના વિરોધ પક્ષો વિરોધ કરી રહ્યા છે ત્યારે ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા ફરજિયાત છે એ બધાએ જાણી લેવું જોઈએ. કોઈ વિદ્યાર્થી મરાઠીની સાથે બીજી ભાષા શીખવા માગતો હોય તો તે અંગ્રેજી અને હિન્દી ભાષા લઈ શકે છે. હિન્દી અને અંગ્રેજી ભાષાનો વિરોધીઓ વિરોધ કરી રહ્યા છે એનું આશ્ચર્ય થઈ રહ્યું છે. કોઈ મરાઠી ભાષાનો વિરોધ કરશે તો એ ચલાવી નહીં લેવાય. રાજ્યના વિદ્યાર્થીઓ મરાઠીની સાથે હિન્દી અને અંગ્રેજી ભાષા શીખશે એનો તેમને ફાયદો થશે. આથી આ બાબતે કોઈ વિવાદ ન થવો જોઈએ, પણ થઈ રહ્યો છે.’
મુનિરા નાના ચુડાસમાને ભાવભીની શ્રદ્ધાંજલિ
ADVERTISEMENT
શિવસેનાનાં નેતા અને જાણીતાં ફૅશન-ડિઝાઇનર શાઇના એનસીનાં મમ્મી મુનિરા નાના ચુડાસમાની ગઈ કાલે તેમના મુંબઈના નિવાસસ્થાને પ્રાર્થનાસભા રાખવામાં આવી હતી ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ભાવભીની શ્રદ્ધાંજલિ આપીને તેમના પરિવારને સાંત્વના આપી હતી. મુનિરા ચુડાસમાનું ગુરુવારે અવસાન થયું હતું.

