ઍરપોર્ટ પર સ્થાનિક કલાકારોએ પહેલાં જમીન પર સૂઈને અને પછી લોકનૃત્ય કરીને નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું
તસવીર સૌજન્યઃ એજન્સી
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગઈ કાલે G20 સમિટમાં ભાગ લેવા ૩ દિવસ માટે સાઉથ આફ્રિકાની મુલાકાતે ગયા છે. જોહનિસબર્ગમાં ગઈ કાલે તેમનું લાલ જાજમ બિછાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. એ દરમ્યાન ઍરપોર્ટ પર સ્થાનિક કલાકારોએ પહેલાં જમીન પર સૂઈને અને પછી લોકનૃત્ય કરીને નરેન્દ્ર મોદીનું સ્વાગત કર્યું હતું. તેમની સાઉથ આફ્રિકાની આ ચોથી મુલાકાત છે.
અમેરિકા G20નો બહિષ્કાર કરશે, પરંતુ છેલ્લે રાજદૂત મોકલશે ખરું
ADVERTISEMENT
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે G20 શિખર સંમેલનનો બહિષ્કાર કરવાનું જાહેર કર્યું હતું. અમેરિકા અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લાં ઘણાં અઠવાડિયાઓથી તૂતૂ-મૈંમૈં ચાલી રહી છે. જોકે ગુરુવારે એવા સમાચાર આવ્યા હતા કે અમેરિકાએ બહિષ્કારનો નિર્ણય પાછો ખેંચી લીધો છે અને તેઓ તેમના રાજદૂતને મોકલશે. જોકે ગઈ કાલે વાઇટ હાઉસે સ્પષ્ટતા કરી હતી કે અમે હજી પણ બહિષ્કાર જ કરવાના છીએ, પરંતુ સંમેલનના અંતમાં અમારા રાજદૂત આવશે હૅન્ડઓવર લેવા માટે, કેમ કે આગામી G20 શિખર સંમેલન અમેરિકામાં થવાનું છે.


