ટૉરોન્ટોમાં ભગવાન રામ અને હનુમાનની વિશાળ પ્રતિમાઓ પહેલાંથી જ છે
નૉર્થ અમેરિકામાં ભગવાન શિવની સૌથી ઊંચી ૫૪ ફુટની પ્રતિમા
કૅનેડાના સૌથી મોટા શહેર ટૉરોન્ટોના બ્રેમ્પટનમાં ભવાની શંકર મંદિર ખાતે નૉર્થ અમેરિકામાં ભગવાન શિવની સૌથી ઊંચી ૫૪ ફુટની પ્રતિમાનું સોમવારે અનાવરણ કરવામાં આવ્યું હતું,
આ પ્રતિમાનું અનાવરણ સ્થાનિક હિન્દુ સમુદાય માટે એક મુખ્ય સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સીમાચિહ્નરૂપ બાબત છે.
ટૉરોન્ટોના મિસિસાગાના હિન્દુ હેરિટેજ સેન્ટરમાં ગયા મહિને ભગવાન શ્રીરામની ૫૧ ફુટ ઊંચી પ્રતિમાનું અનાવરણ થયું હતું. બ્રેમ્પટનના હિન્દુ સભા મંદિરમાં ભગવાન હનુમાનની પંચાવન ફુટ ઊંચી પ્રતિમા છે. શિવની આ પ્રતિમા કમ્યુનિટી ફન્ડિંગથી ઊભી કરવામાં આવી છે.
ADVERTISEMENT
બ્રેમ્પટન વિવિધ સંસ્કૃતિઓના સંગમસ્થાન તરીકે જાણીતું છે અને ગ્રેટર ટૉરોન્ટો એરિયા (GTA) વિશ્વના સૌથી વૈવિધ્યસભર પ્રદેશોમાંનો એક છે.
આર્ટિસ્ટ કુમાર કુમાવત દ્વારા ડિઝાઇન કરાયેલી આ વિશાળ પ્રતિમા અનેક ટુકડાઓમાં બનાવવામાં આવી હતી અને એમાં વાદળી ત્વચા, દંડ અને ગળામાં સાપ છે. રાજસ્થાનના નરેશ કુમાર કુમાવત હિન્દુ દેવતાઓનાં શિલ્પો બનાવવાની કુશળતા માટે જાણીતા છે.

