Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > સસ્તા ટૂર-પૅકેજની લાલચ આપીને થાઇલૅન્ડમાં ત્રણ ભારતીયોનું અપહરણ

સસ્તા ટૂર-પૅકેજની લાલચ આપીને થાઇલૅન્ડમાં ત્રણ ભારતીયોનું અપહરણ

Published : 30 July, 2026 10:41 AM | IST | Thailand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દુબઈમાં બેઠેલા પાકિસ્તાની માસ્ટરમાઇન્ડના ઇશારે આચર્યો ગુનો; બૅન્ગકૉકની હોટેલમાંથી પાંચ ભારતીયોની ધરપકડ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


થાઇલૅન્ડમાં સસ્તા પ્રવાસન પૅકેજની લાલચ આપીને બોલાવાયેલા ત્રણ ભારતીય પ્રવાસીઓનું અપહરણ કરીને, એક અઠવાડિયા સુધી બંધક બનાવીને અમાનુષી અત્યાચાર ગુજારવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. બદમાશોએ પીડિતોના પરિવારજનો પાસે ૭૦ લાખ રૂપિયા (આશરે ૨.૪ મિલ્યન થાઇ બાથ)ની ખંડણીની માગણી કરી હતી. થાઇ પોલીસે સોમવારે સાંજે ત્રણેય યુવાનોને મુક્ત કરાવીને પાંચ ભારતીય આરોપીઓની ધરપકડ કરી છે.

તપાસ-અધિકારીઓના જણાવ્યા અનુસાર ૨૩થી ૨૬ વર્ષની વયના આ પ્રવાસીઓએ આશરે ૧,૯૯,૮૯૦ રૂપિયા (૭૦,૦૦૦ થાઇ બાથ) ચૂકવીને પૅકેજ લીધું હતું. ૨૧ જુલાઈઅે સુવર્ણભૂમિ ઍરપૉર્ટ પહોંચ્યા બાદ તેમને પટાયાના એક મકાનમાં બંધ કરી દેવાયા હતા. તેમના હાથ-પગ અને મોં બાંધીને ઊંધા લટકાવી ઢોર માર મારવામાં આવતો હતો તેમ જ ખાવા-પીવા કે શૌચાલય પણ જવા દેવાતા નહોતા.



આ સમગ્ર કાવતરું દુબઈમાં બેઠેલા એક પાકિસ્તાની માસ્ટરમાઇન્ડ દ્વારા રચવામાં આવ્યું હતું. તેણે ડિજિટલ મની ટ્રાન્સફર દ્વારા ખંડણી વસૂલવાનું આયોજન કર્યું હતું. પોલીસે બૅન્ગકૉકના ક્લોંગ તાન વિસ્તારની હોટેલમાંથી અપહરણ કરનાર પાંચેય ભારતીયોને દબોચી લીધા છે, જ્યારે તેના પાકિસ્તાની સાથીદારો ફરાર છે. 


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2026 10:41 AM IST | Thailand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK