Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > UAEનો અનોખો જુગાડઃ ડ્રોન હુમલાથી ફ્યુઅલ સ્ટોરેજ ટૅન્કોને બચાવવા માટે લોખંડી પાંજરાં લગાવવામાં આવ્યા

UAEનો અનોખો જુગાડઃ ડ્રોન હુમલાથી ફ્યુઅલ સ્ટોરેજ ટૅન્કોને બચાવવા માટે લોખંડી પાંજરાં લગાવવામાં આવ્યા

Published : 24 August, 2026 02:22 PM | IST | United Arab Emirates
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પાંજરાંનું બાંધકામ મે મહિનામાં શરૂ થયું હતું અને એનો હેતુ આ ટૅન્કોને ડ્રોન-હુમલાઓથી બચાવવાનો છે

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ


પશ્ચિમ એશિયામાં વધતા તનાવ વચ્ચે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)એ એક મોટું સુરક્ષા-પગલું લઈને અબુ ધાબીમાં ફ્યુઅલ સ્ટોરેજ ટૅન્કોની આસપાસ ધાતુનાં પાંજરાં બનાવ્યાં છે. કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે આ પાંજરાંનું બાંધકામ મે મહિનામાં શરૂ થયું હતું અને એનો હેતુ આ ટૅન્કોને ડ્રોન-હુમલાઓથી બચાવવાનો છે. ધાતુનાં પાંજરાં ડ્રોનની અસર ઘટાડવા માટે બનાવવામાં આવ્યાં છે. જોકે એ બૅલિસ્ટિક અથવા ક્રૂઝ મિસાઇલોને રોકવામાં સક્ષમ નથી. આ ફક્ત એક વધારાનું સ્તર છે, સંપૂર્ણ સુરક્ષાવ્યવસ્થા નથી.

અમેરિકા અને ઈરાન વચ્ચે જ્યારથી યુદ્ધ શરૂ થયું છે ત્યારથી તેહરાન ગલ્ફ દેશોમાં અમેરિકાના ઍરબેઝને નિશાન બનાવી રહ્યું છે. ઈરાને ઘણા દેશોમાં ફ્યુઅલ સ્ટોરેજ ફૅસિલિટીને પણ નિશાન બનાવી છે. ફેબ્રુઆરીમાં શરૂ થયેલા ઈરાન-અમેરિકા યુદ્ધમાં તેહરાને વારંવાર UAEને નિશાન બનાવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું. ઈરાની મિસાઇલોએ UAEનાં અનેક શહેરો પર હુમલો કર્યો હતો, જેને કારણે જાનમાલનું નોંધપાત્ર નુકસાન થયું હતું. ૪ મેએ ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલને કારણે UAEના ફુજીરાહમાં આગ લાગી હતી, જેમાં ઘણા ભારતીય નાગરિકો પણ ઘાયલ થયા હતા. UAEએ આવા ડ્રોન હુમલાઓથી ઈંધણ સંગ્રહ સુવિધાઓને સુરક્ષિત રાખવા માટે આ પગલાં લીધાં છે.


Whatsapp-channel Whatsapp-channel

24 August, 2026 02:22 PM IST | United Arab Emirates | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK