હુમલાને કારણે આ પોર્ટના એક ભાગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેનાથી રશિયન ઑઇલ એક્સપોર્ટનું ટર્મિનલ પ્રભાવિત થયું હતું
હુમલાને કારણે આ પોર્ટના એક ભાગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી
હવે યુક્રેન રશિયાની કમાણીના સ્રોતસમાન ઑઇલના ખજાનાને જ ટાર્ગેટ કરી રહ્યું છે. રવિવારે રાતે યુક્રેને રશિયા પર ડ્રોનથી ખૂબ મોટો હુમલો કર્યો હતો. આ હુમલામાં બ્લૅક સી પરના રશિયાના તુઆપ્સે પોર્ટને ભારે નુકસાન પહોંચ્યું હતું. કહેવાઈ રહ્યું છે કે હુમલાને કારણે આ પોર્ટના એક ભાગમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેનાથી રશિયન ઑઇલ એક્સપોર્ટનું ટર્મિનલ પ્રભાવિત થયું હતું.
જોકે રશિયાના ઍર ડિફેન્સ યુનિટે દાવો કર્યો હતો કે તેમણે યુક્રેનના ૧૬૪ ડ્રોન્સ હવામાં જ નષ્ટ કરી દીધા હતા. જ્યારે ક્ષેત્રિય અધિકારીઓએ કહ્યું હતું કે યુક્રેનના ડ્રોને કરેલા હુમલાને કારણે બ્લૅક સી પર તુઆપ્સે પોર્ટ પર ભીષણ આગ લાગવાથી પોર્ટને ભારે નુકસાન થયું હતું.


