રેવનનો વિડિયો લગભગ પાંચ દિવસ પહેલાં ટિકટૉક પર પોસ્ટ થયો હતો, જેને અત્યાર સુધી ૮૩૭૬ હજાર વ્યુઝ મળ્યા છે

રેવન
બાળકો કોઈ ને કોઈ બર્થમાર્ક (ગુજરાતીઓ એને લાખું તરીકે ઓળખે છે) સાથે જન્મતાં હોય છે. કહેવાય છે કે બર્થમાર્ક એ તેના આગલા જીવનનાં સગાંઓએ આપેલી નિશાની હોય છે.
ન્યુ યૉર્કમાં ૨૨ વર્ષની એક યુવતી રેવનને નાકના ટીચકા પર જ લાખું છે. સીધી વાત છે કે આવી જગ્યાએ લાખું હોય તો નાદાન લોકો સામેના માણસના મન પર એની શું અસર પડે છે એનો સહેજ પણ વિચાર કર્યા વિના તેની મજાક ઉડાડવાના જ છે.
જોકે રેવન તેના ટીકાખોરોથી ત્રાસ પામ્યા વિના જ પોતે અલગ હોવાની વાતને સ્વીકારી લે છે. તેનું માનવું છે કે તેનું લાખું અજોડ છે. તેનું લાખું દૂર કરવા બાળપણમાં તેને અનેક વાર સર્જરી કરાવવાનું જણાવાયું હતું, પરંતુ રેવને એને પોતાની ખૂબી ગણીને અપનાવી લીધું છે.
રેવનનો વિડિયો લગભગ પાંચ દિવસ પહેલાં ટિકટૉક પર પોસ્ટ થયો હતો, જેને અત્યાર સુધી ૮૩૭૬ હજાર વ્યુઝ મળ્યા છે અને અસંખ્ય રીમાર્ક પણ મળ્યા છે, જેમાં તેની ખેલદિલીને બિરદાવવામાં આવી છે.