Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગોકુલ ડેરીના ‌વિવાદમાં રાજ્ય સરકાર પર હાઈ કોર્ટની લગામ

ગોકુલ ડેરીના ‌વિવાદમાં રાજ્ય સરકાર પર હાઈ કોર્ટની લગામ

Published : 10 November, 2026 09:29 AM | IST | Kolhapur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નૉમિનેટેડ ડિરેક્ટરોના મત અલગ બૅલટ બૉક્સમાં રાખવાનો આદેશ: ચાર ડિરેક્ટરોની વોટિંગની સમગ્ર પ્રક્રિયાનું વિડિયો-રેકૉર્ડિંગ કરવાનો નિર્દેશ: ચૅરમૅનની ચૂંટણી પર તાત્કાલિક સ્ટે મૂકવાનો ઇનકાર

કોલ્હાપુરમાં ખેડૂતો-વિપક્ષનો આક્રોશ : ઢોરઢાંખર સાથે કલેક્ટર કચેરી સુધી કૂચ

કોલ્હાપુરમાં ખેડૂતો-વિપક્ષનો આક્રોશ : ઢોરઢાંખર સાથે કલેક્ટર કચેરી સુધી કૂચ


બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે મહારાષ્ટ્ર સરકારના એ વટહુકમ પર તાત્કાલિક સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો છે જેના દ્વારા ગોકુલ ડેરીના બોર્ડમાં નિયુક્ત કરાયેલા ચાર નૉમિનેટેડ ડિરેક્ટરોને મતદાનનો અધિકાર આપવામાં આવ્યો હતો. જોકે કોર્ટે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે ૧૦ નવેમ્બરે ચૅરમૅનની ચૂંટણી દરમ્યાન આ ચાર ડિરેક્ટરો જે મત આપે એ અલગ બૅલટ બૉક્સમાં રાખવામાં આવે.
કોલ્હાપુર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ જે ગોકુલ ડેરી તરીકે જાણીતો છે એના બોર્ડમાં ડિરેક્ટરોની નિમણૂક કરતા રાજ્ય સરકારના વટહુકમની બંધારણીય માન્યતાને પડકારતી અરજી પર સુનાવણી કરતી વખતે હાઈ કોર્ટની ઔરંગાબાદ બેન્ચે આ આદેશ આપ્યો હતો.

વેકેશન બેન્ચે જણાવ્યું હતું કે મંગળવારે ચૅરમૅનની ચૂંટણી માટે યોજાનારી બેઠકમાં ચારેય નૉમિનેટેડ ડિરેક્ટરો ભાગ લઈ શકશે અને પોતાનો મત પણ આપી શકશે, પરંતુ તેમનું બૅલટ બૉક્સ તદ્દન અલગ રાખવામાં આવશે. આ ઉપરાંત કોર્ટે સમગ્ર મતદાન-પ્રક્રિયાનું વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી દ્વારા રેકૉર્ડિંગ કરવાનો આદેશ આપ્યો હતો.



કોલ્હાપુરમાં ખેડૂતો-વિપક્ષનો આક્રોશ : ઢોરઢાંખર સાથે કલેક્ટર કચેરી સુધી કૂચ
૪ ડિરેક્ટરોને મતદાનનો અધિકાર આપવાના રાજ્ય સરકારના નિર્ણય સામે કોલ્હાપુરમાં સોમવારે વિરોધ પક્ષો અને દૂધ ઉત્પાદક ખેડૂતોએ ઉગ્ર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. ખેડૂતો પોતાના ઢોરઢાંખર સાથે રસ્તા પર ઊતરી આવ્યા હતા અને જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિરોધ-કૂચ કાઢી હતી. રાજ્ય સરકારના આ વટહુકમથી પચીસ સભ્યોના બોર્ડમાં શાસક મહાયુતિનું સંખ્યાબળ બારથી વધીને સીધું ૧૬ થઈ જાય છે જેનાથી સત્તાનું સંતુલન પલટાઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2026 09:29 AM IST | Kolhapur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK