Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આશાસ્પદ ડેન્ટિસ્ટનો જીવ લેનારા અકસ્માત બદલ ૯૮ લાખનું વળતર આપવાનો આદેશ

આશાસ્પદ ડેન્ટિસ્ટનો જીવ લેનારા અકસ્માત બદલ ૯૮ લાખનું વળતર આપવાનો આદેશ

Published : 30 March, 2026 09:41 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૨૦૧૮‍નો હિટ ઍન્ડ રન કેસ: સિગ્નલ ગ્રીન થાય એ પહેલાં જ કાર સ્ટાર્ટ કરીને યુવાન ડૉક્ટરને ઉડાડી દીધી હતી:

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


૨૦૧૮‍નો હિટ ઍન્ડ રન કેસ: સિગ્નલ ગ્રીન થાય એ પહેલાં જ કાર સ્ટાર્ટ કરીને યુવાન ડૉક્ટરને ઉડાડી દીધી હતી: ગાડીમાં સવાર દંપતી અને ઇન્શ્યૉરન્સ કંપનીએ મળીને કરવી પડશે ચુકવણી
નેપિયન સી રોડ પર રહેતાં ૪૪ વર્ષનાં ટીચર, તેમના પતિ અને ઇન્શ્યૉરન્સ કંપનીને મોટર ઍક્સિડન્ટ ક્લેમ્સ ટ્રિબ્યુનલે ૨૦૧૮માં થયેલા હિટ ઍન્ડ રનમાં મૃત્યુ પામેલી પચીસ વર્ષની ડેન્ટિસ્ટના પરિવારને સંયુક્ત રીતે ૯૮ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે. આ રકમમાં વ્યાજનો પણ સમાવેશ છે. 

ડેન્ટિસ્ટ દીપાલી લહામતેનું મૃત્યુ થયું ત્યારે તે નાયર હૉસ્પિટલ ડેન્ટલ કૉલેજમાં ઇન્ટર્નશિપ કરી રહી હતી. ટ્ર‌િબ્યુનલે કાર ડ્રાઇવ કરનાર શિખા ઝવેરી, કાર-ઓનર અને તેમના પતિ અંકુર ઝવેરી તથા બજાજ આલિઆન્ઝ જનરલ ઇન્શ્યૉરન્સ કંપની લિમિટેડને સંયુક્ત રીતે ૯૮ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.



ટ્રિબ્યુનલે અવલોકન કરતાં કહ્યું હતું કે ‘ડ્રાઇવર ટ્રાફિક સિગ્નલ ગ્રીન ન થાય ત્યાં સુધી કાર ચલાવી ન શકે પણ તેણે સિગ્નલ જમ્પ કર્યું હતું. એ સ્પષ્ટપણે દર્શાવે છે કે મરનાર દીપાલી તરફથી કોઈ બેદરકારી થઈ નહોતી.’


દીપાલી લહમાતે ૨૦૧૮ની ૨૪ માર્ચે તેના ભાઈના કૉન્વોકેશન સમારંભમાં હાજરી આપવા જઈ રહી હતી. જ્યારે તે પારસી ગેટ નજીક એન. એસ. રોડ સિગ્નલ પર રસ્તો ક્રૉસ કરી રહી હતી ત્યારે એક હૉન્ડા સિટીએ તેને ઉડાડી દીધી હતી. દીપાલીને એ અકસ્માતમાં માથામાં ગંભીર ઈજા થઈ હતી. ૬ દિવસની સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું.


Whatsapp-channel Whatsapp-channel

30 March, 2026 09:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK