Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નંદુરબારમાં ૫૬ બાળકો પર કર્યો જાતીય અત્યાચાર, બાવીસ વર્ષનો યુવાન ઝડપાયો

નંદુરબારમાં ૫૬ બાળકો પર કર્યો જાતીય અત્યાચાર, બાવીસ વર્ષનો યુવાન ઝડપાયો

Published : 09 August, 2026 09:38 AM | IST | Nandurbar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અશ્લીલ વિડિયો અને ફોટો બતાવીને, ધમકાવીને જાતીય શોષણ કર્યું

નંદુરબાર સિટી પોલીસે જાતીય અત્યાચાર કરવાનો આરોપ ધરાવતા યુવાનને ઝડપી લીધો હતો.

નંદુરબાર સિટી પોલીસે જાતીય અત્યાચાર કરવાનો આરોપ ધરાવતા યુવાનને ઝડપી લીધો હતો.


નંદુરબારમાંથી એક ચોંકાવનારા સમાચાર બહાર આવ્યા છે. નંદુરબાર સિટી પોલીસે રાયસિંગપુરાના બાવીસ વર્ષના ચેતન કોળીને ઝડપી લીધો છે અને તેની સામે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ કેસ નોંધીને વધુ તપાસ ચલાવાઈ રહી છે. ચેતને ૫૬ બાળકો અને કેટલાક યુવાનો પર જાતીય અત્યાચાર ગુજાર્યો હોવાનું બહાર આવ્યું છે. આ કેસમાં માઇનર પીડિતોની સંખ્યા ૫૬ જેટલી હોવાની માહિતી પોલીસને મળી છે એટલે આ પ્રકરણની ગંભીરતા વધી ગઈ છે. 
ફરિયાદમાં કહેવાયું છે કે જાતીય અત્યાચારનો આ સિલસિલો ૨૦૨૨થી ચાલી રહ્યો હતો. માઇનર છોકરાઓને અને કેટલાક યુવાનોને અશ્લીલ વિડિયો અને ફોટો બતાવી ધમકાવીને તેમનું જાતીય શોષણ કરાતું હોવાનો આરોપ કરાયો છે. આ પ્રકરણમાં ભોગ બનેલાં બાળકોની સંખ્યા વધુ હોવાથી પોલીસ દ્વારા કેસની ઝીણવટભરી તપાસ ચલાવાઈ રહી છે. આરોપીએ ચોક્કસ કઈ રીતે બાળકોને અને યુવાનોને ધમકાવ્યાં, તેમનું કઈ રીતે શોષણ કર્યું, એ કરતી વખતે અન્ય કોઈ તેની સાથે સંકળાયેલું હતું કે કેમ એની તપાસ  ચલાવાઈ રહી છે. 

કોઈ પણ ફરિયાદી આગળ ન આવતાં પોલીસે જાતે ફરિયાદ નોંધી
આ કેસમાં બીજી એક ચોંકાવનારી બાબત એ રહી છે કે પીડિતો કે તેમનો પરિવાર કોઈ પણ ફરિયાદ કરવા આગળ ન આવી રહ્યા હોવાથી એક પોલીસે જાતે એ બાબતે ફરિયાદ નોંધાવી છે. બાળકોને ધમકાવાઈ રહ્યાં હોવાથી તેઓ ફરિયાદ કરવા આગળ નથી આવી રહ્યાં એવી શક્યતા પોલીસે દર્શાવી છે. એથી પોલીસે પોતે ઇનિશ્યેટિવ લઈને આ પ્રકરણની ફરિયાદ કરી તપાસની પ્રોસેસ ચાલુ કરી છે.



ફૉરેન્સિક તપાસ શરૂ કરવામાં આવી
ગુનાની ગંભીરતા જોતાં ફૉરેન્સિક ટીમે સ્પૉટ પર જઈને તપાસ કરી હતી. ઘટનાસ્થળના પુરાવા સેફ કરવા માટે તેઓ કાળજી લઈ રહ્યા છે. તપાસ દરમ્યાન વિડિયો રેકૉર્ડિંગ પણ કરાઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે. ડિજિટલ સ્વરૂપના પુરાવા આ તપાસમાં મહત્ત્વના ઠરશે એવું કહેવાઈ રહ્યું છે. 


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 09:38 AM IST | Nandurbar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK