બૅન્ગકૉકથી ભારત આવેલા મુસાફરોની બૅગ તપાસતાં એમાંથી ગ્રીન કલરનો સામાન મળી આવ્યો હતો
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (CSMIA) પરથી ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ જમીન વગર પાણીમાં ઊગેલા ૩૯.૨ કિલો ગાંજા સાથે બે લોકોની ધરપકડ કરી છે. બૅન્ગકૉકથી ભારત આવેલા મુસાફરોની બૅગ તપાસતાં એમાંથી ગ્રીન કલરનો સામાન મળી આવ્યો હતો. એને ચેક કરતાં એ જમીન વગર પાણીમાં ઊગતો ગાંજો હોવાનું જણાયું હતું. DRIના મુંબઈ ઝોનલ યુનિટે ગાંજો લઈને આવનારા બે મુસાફરો ઉપરાંત ગાંજો લેવા આવેલી વ્યક્તિની પણ ઍરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રૉપિક સબ્સ્ટન્સિસ (NDPS) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

