મહારાષ્ટ્રના નાગપુર શહેરમાંથી વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવતાં સુરક્ષા-એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના નાગપુર શહેરમાંથી વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવતાં સુરક્ષા-એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. મંગળવારે સવારે શહેરના ભરચક ગણાતા દોસર ભવન સ્ક્વેર વિસ્તારમાં આવેલા એક પબ્લિક ગાર્ડનમાંથી બૉમ્બબ્લાસ્ટ કરવા માટે વપરાતા ૫૮ ડિટોનેટર અને ૧૫ જિલેટિન સ્ટિક મળી આવતાં સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બૉમ્બ ડિટેક્શન ઍન્ડ ડિસ્પોઝલ સ્ક્વૉડ (BDDS) ઘટનાસ્થળે દોડી ગઈ હતી.
RSSના હેડક્વૉર્ટરથી માત્ર બે કિલોમીટર દૂર વિસ્ફોટકો મળ્યા એટલે હાઈ અલર્ટ
ADVERTISEMENT
પ્રાથમિક તપાસ મુજબ વિસ્ફોટકો લગભગ દોઢ મહિનાથી અહીં સ્ટોર કરવામાં આવ્યા હશે, પણ આ વિસ્ફોટકો હાઈ સિક્યૉરિટી ઝોન ગણાકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના હેડક્વૉર્ટર નજીક મળ્યા હોવાથી ચિંતા વધી છે. એને કારણે સમગ્ર વિસ્તારને હાઈ અલર્ટ જાહેર કરીને તપાસ શરૂ કરવામાં આવી હતી. ચંડીગઢમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યાલય પર તાજેતરમાં થયેલા ગ્રેનેડ-હુમલા બાદ નાગપુરમાં વિસ્ફોટકો મળી આવતાં સુરક્ષા બાબતે ચિંતા વધી છે.
