લોકો કડક સજા અપાવવા માટે રસ્તા પર ઊતર્યા
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રના પુણે શહેરના પર્વતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ૭૦ વર્ષના એક વૃદ્ધે તેની ૯ વર્ષની દોહિત્રીની છેડતી કરી હોવાનો આક્ષેપ છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર મંગળવારે રાત્રે આશરે ૯.૩૦ વાગ્યે નશાની હાલતમાં રહેલા આરોપી વૃદ્ધે તેની દોહિત્રીને લાલચ આપીને એક રૂમમાં બોલાવી હતી અને તેની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. માસૂમ બાળકીએ બૂમાબૂમ કરતાં જાગૃત પડોશીઓ દોડી આવ્યા હતા. લોકોએ રૂમનો દરવાજો તોડીને બાળકીને સુરક્ષિત બહાર કાઢી હતી અને આરોપીને પકડીને પોલીસના હવાલે કર્યો હતો.
ADVERTISEMENT
આ શરમજનક ઘટનાના સમાચાર વાયુવેગે પ્રસરતાં ગામના લોકો મંગળવારે રાતે રસ્તા પર ઊતરી આવ્યા હતા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ-પ્રદર્શન કર્યું હતું. બાળકીના પપ્પાએ જ પોતાના નરાધમ સસરાને ફાંસીની માગણી કરી છે.
