Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > નસરાપુરના નરાધમને ક્રાઇમ-સીન પર ઘટના રીક્રીએટ કરવા પોલીસ ઘોર અંધારામાં લઈ ગઈ

નસરાપુરના નરાધમને ક્રાઇમ-સીન પર ઘટના રીક્રીએટ કરવા પોલીસ ઘોર અંધારામાં લઈ ગઈ

Published : 07 May, 2026 02:25 PM | IST | Pune
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાળકીને વાછરડા સાથે રમવું ગમતું હોવાથી આરોપી ગૌશાળા નજીક ઈંટો ઉપાડવાનું કામ કરતી વખતે તેના પર નજર રાખતો અને ગાઠી શેવ ખવડાવવાના બહાને ગૌશાળામાં લઈ જઈને અત્યાચાર કર્યો

આરોપી

આરોપી


મહારાષ્ટ્રના પુણે જિલ્લાના નસરાપુર ખાતે માસૂમ બાળકી પર જાતીય અત્યાચાર કરીને તેની હત્યા કરનારા આરોપીને પુણે ગ્રામીણ પોલીસે મંગળવારે રાત્રે ઘટનાસ્થળે લઈ જઈને ક્રાઇમ-સીનનું રીક્રીએશન કરાવ્યું હતું.

આરોપીને ગામના પશુઓના શેડમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેણે આ અપરાધ કર્યો હતો. આરોપીએ પોલીસને બતાવ્યું કે કેવી રીતે તેણે બાળકીને ખાવાનું આપવાની લાલચ આપીને બોલાવી હતી અને બળાત્કાર કરીને ત્યાર બાદ મોઢામાં મોજું દબાવીને તેને ગૂંગળાવીને મારી નાખી હતી.



નસરાપુર અત્યાચાર કેસની પોલીસતપાસ દરમ્યાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. એવું બહાર આવ્યું છે કે આરોપી ભીમરાવ કાંબળે ચાર-પાંચ દિવસથી એ જ ગૌશાળામાં રહ્યો હતો જ્યાં તેણે બાળકી પર જાતીય હુમલો કર્યો હતો.


આ બાળકી તેનાં માતા-પિતા સાથે પુણેમાં રહેતી હતી. ઉનાળાના વેકેશન માટે તે નસરાપુરમાં તેની દાદીના ઘરે ગઈ હતી. એ દરમ્યાન તેના ઘરની નજીક ઈંટો ઉપાડવાનું કામ મેળવ્યા બાદ ભીમરાવ કાંબળેએ પોતાનાં કપડાં અને સામાન એ ગૌશાળામાં રાખ્યાં હતાં. ત્રણ દિવસથી, જ્યારે ભીમરાવ કાંબળે તે સ્થળે ઈંટો ઉપાડવાનું કામ કરી રહ્યો હતો, ત્યારે તે બાળકી નજીકમાં રમી રહી હતી. બાળકીને વાછરડા સાથે રમવું બહુ ગમતું હોવાથી તે ગૌશાળામાં રમતી હોય ત્યારે આરોપી તેના પર નજર રાખી રહ્યો હતો. જે દિવસે તેનું ઈંટો ઉપાડવાનું કામ પૂરું થયું એ દિવસે ભીમરાવ કાંબળે બાળકીને ગૌશાળામાં લઈ ગયો હતો. અંદર લઈ જતાં પહેલાં તેણે બાળકીને ગાઠી શેવ (એક પ્રકારનો નાસ્તો) ખાવા માટે આપ્યો હતો. ત્યાર બાદ તેને ગૌશાળામાં લઈ ગયો હતો અને તેના પર જાતીય હુમલો કર્યો હતો.

૫૦૦ પોલીસના ભારે બંદોબસ્ત વચ્ચે ક્રાઇમ-સીન રીક્રીએશન


આરોપી અને બાળકીના પરિવાર સહિત ગામના લોકોના ભારે રોષને ધ્યાનમાં રાખીને ગ્રામીણ પોલીસે ભીમરાવ કાંબળેને રાતના અંધારામાં ગુનાના સ્થળે લઈ જવાનું નક્કી કર્યું હતું. ૫૦૦ જેટલી પોલીસનો ભારે બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો. અદાલતમાં કેસને મજબૂત રીતે રજૂ કરવા માટે હાલમાં પોલીસ તમામ ફૉરેન્સિક પુરાવાઓ એકઠા કરી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

07 May, 2026 02:25 PM IST | Pune | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK