માનસ લેક સોસાયટીમાં કુલ ૮૪ ફ્લૅટ છે. સર્વિસ-લિફ્ટને અડીને CCTV કૅમેરા પણ છે, પણ એ ગયા વર્ષના નવેમ્બર મહિનાથી બંધ છે.
પાકિસ્તાનની ૨૦ રૂપિયાની નોટ
પુણેને અડીને આવેલા પિંપરી-ચિંચવડની એક સોસાયટીમાંથી પાકિસ્તાનની ૨૦ રૂપિયાની કરન્સી નોટ મળી આવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. ભુકુમ વિસ્તારમાં આવેલી માનસ લેક હાઉસિંગ સોસાયટી નૅશનલ ડિફેન્સ ઍકૅડેમી (NDA)થી ૧૮ કિલોમીટરના અંતરે છે. આ ચલણી નોટ હાઉસિંગ સોસાયટીની સર્વિસ-લિફ્ટની બહાર મળી આવી હતી.
અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ વિશાલ હિરેએ કહ્યું હતું કે ‘આ સોસાયટીના પદાધિકારીઓએ અમારો સંપર્ક કર્યો હતો. અમે આ બાબતની તપાસ શરૂ કરી દીધી છે અને આ વિસ્તારનાં ક્લોઝ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પણ તપાસી રહ્યા છીએ.’ માનસ લેક સોસાયટીમાં કુલ ૮૪ ફ્લૅટ છે. સર્વિસ-લિફ્ટને અડીને CCTV કૅમેરા પણ છે, પણ એ ગયા વર્ષના નવેમ્બર મહિનાથી બંધ છે.

