ચંડીગઢમાં રહેતા રતન ઢિલ્લોંએ ત્રણ દાયકા જૂના અને દસ રૂપિયાના એક એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ૩૦ શૅર મળ્યા હોવાની જાણકારી સોશ્યલ મીડિયામાં શૅર કર્યું હતું કે તેના ઘરમાં સાફસફાઈ કરતી વખતે શૅર-સર્ટિફિકેટ મળી આવ્યાં છે.
રિલાયન્સ સ્ટૉકકના શૅર-સર્ટિફિકેટ (સૌજન્ય: મિડ-ડે)
ચંડીગઢમાં રહેતા રતન ઢિલ્લોંએ ત્રણ દાયકા જૂના અને દસ રૂપિયાના એક એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ૩૦ શૅર મળ્યા હોવાની જાણકારી સોશ્યલ મીડિયામાં આપીને સવાલ કર્યો હતો કે ઘરમાં સાફસફાઈ કરતી વખતે આ શૅર-સર્ટિફિકેટ ઘરમાંથી મળી આવ્યાં છે અને મને સ્ટૉકમાર્કેટની કંઈ ખબર નથી, એનું શું કરવું જોઈએ? એક સોશ્યલ મીડિયા યુઝરે તેમને જણાવ્યું કે ‘તમને જૂના શૅરના રૂપમાં ખજાનો મળ્યો છે. આ ૩૦ શૅર છે અને શૅરમાં ત્રણ વાર સ્ટૉક-સ્પ્લિટ અને બે વાર બોનસ શૅરને કારણે એ શૅરની સંખ્યા હવે વધીને ૯૬૦ જેટલી થઈ હશે. આજની કિંમતે એની માર્કેટ-વૅલ્યુ આશરે ૧૧.૮૮ લાખથી ૧૨ લાખ રૂપિયા છે.’ યુઝરે જણાવ્યું કે તમે આ ફિઝિકલ શૅરને ડિજિટલ ફૉર્મમાં ટ્રાન્સફર કરાવી શકો છો અને એ માટે તમારે ડીમૅટ અકાઉન્ટ ખોલાવવું પડશે. ઇન્વેસ્ટર એજ્યુકેશન ઍન્ડ પ્રોટેક્શન ફન્ડ ઑથોરિટીએ તેમને એમની વેબસાઇટ પર જઈને સર્ચ કરવા કહ્યું છે જ્યાંથી તેમને બાકીની માહિતી મળી જશે. એક યુઝરે લખ્યું કે ‘રતનભાઈ, તમે ઘર ફરીથી સાફ કરો. કદાચ તમને મદ્રાસ રબર ફૅક્ટરી (MRF) લિમિટેડના શૅર મળી જાય; આ પણ સારો દેખાવ કરતો સ્ટૉક છે જે લાખેણો છે.

