પ્રોફેશનલી આયોજિત આ ટુર્નામેન્ટ યુટ્યુબ પર પણ લાઇવ માણી શકાય છે
ક્રિકેટ-ટુર્નામેન્ટનું પોસ્ટર
દર વર્ષની જેમ આ વર્ષ પણ વડાલી વાઘેલા દરજી સમાજ દ્વારા ધુળેટી, શુક્રવાર ૧૪ માર્ચે અંધેરી-વેસ્ટમાં વીરા દેસાઈ રોડ પર આવેલા છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં આવેલા પ્રથમેશ સ્ટેડિયમમાં ક્રિકેટ-ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટુર્નામેન્ટનું આ ૩૪મું વર્ષ છે. દર વર્ષે આ ટુર્નામેન્ટમાં કુલ ૧૦ ટીમો ભાગ લે છે. વડાલી વાઘેલા દરજી સમાજ માટે આયોજન એક ક્રિકેટ ટુર્નામેન્ટનું નહીં, પણ એકતાનું પ્રતીક અને સમાજના મેળાવડા સમાન બની ગયું છે. પ્રોફેશનલી આયોજિત આ ટુર્નામેન્ટ યુટ્યુબ પર પણ લાઇવ માણી શકાય છે. વડાલી વાઘેલા દરજી સમાજ દ્વારા દરેક ક્રિકેટપ્રેમીઓને આ ટુર્નામેન્ટ માણવા આમંત્રણ છે. વધુ માહિતી માટે સતીશ પરમારનો 98200 30947 નંબર પર સંપર્ક કરવો.

