માહિમમાં આવેલી રાહેજા હૉસ્પિટલના એક રૂમમાં અત્યંત ઝેરી એવો કોબ્રા મળી આવ્યો હતો
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
માહિમમાં આવેલી રાહેજા હૉસ્પિટલના એક રૂમમાં અત્યંત ઝેરી એવો કોબ્રા મળી આવ્યો હતો. માદા કોબ્રા એનાં ઈંડાં ત્યાં સેવતી હોવાનું જાણવા મળ્યું હતું. હૉસ્પિટલના સ્ટોરરૂમમાં કોબ્રા હોવાની માહિતી મળતાં જ પોલીસ કૅન્સ્ટેબલ તથા સર્પમિત્ર સચિન મોરે ઘટનાસ્થળે ધસી ગયા હતા અને અેને ઉગાર્યો હતો. ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની ગાઇડલાઇન્સ મુજબ અેને તથા અેનાં ઈંડાંઓને સુરક્ષિત સ્થળે મૂકી દેવામાં આવ્યાં હતાં. જોકે સચિન મોરેએ જણાવ્યા અનુસાર અહીં વધુ સાપ હોવાની શક્યતા છે. ચોમાસું શરૂ છે ત્યારે સાપ અને નાગ બહાર આવીને પોતાના સામાન્ય રહેઠાણને છોડીને વધુ સુરક્ષિત સ્થળે આવતા હોવાની ઘટનાઓ બનતી હોય છે.
