બાવીસમી જુલાઈએ કૅન્ટીનમાં અસ્વછતા અને ભોજનમાં ખામીઓ જણાયા બાદ કૅન્ટીનનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ની રેઇડ બાદ બંધ કરવામાં આવેલી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની કૅન્ટીન ગુરુવારે સ્વચ્છતા અને ફૂડ-સેફ્ટીના બધા જ નિયમોને ધ્યાનમાં લઈને ફરી શરૂ કરવામાં આવી હતી. કૅન્ટીનમાં સ્ટાફ પણ માથા પર હેરનેટ અને ગ્લવ્ઝ પહેરીને ફૂડ સર્વ કરી રહ્યો હતો. બાવીસમી જુલાઈએ કૅન્ટીનમાં અસ્વછતા અને ભોજનમાં ખામીઓ જણાયા બાદ કૅન્ટીનનું રજિસ્ટ્રેશન સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું અને બાવીસ ત્રુટિઓ FDAએ બતાવી હતી. એમાંથી ગુરુવારે ૧૯ ત્રુટિઓનું નિવારણ આવી ગયા બાદ કૅન્ટીનનું રજિસ્ટ્રેશન ફરી માન્ય કરવામાં આવ્યું હતું.
ઉંદરોને અને કૉક્રૉચને કન્ટ્રોલમાં રાખવા એ અમારા ગજા બહારની વાત : AHAR
ADVERTISEMENT
ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ના કમિશનર તુકારામ મુંઢેની દોરવણી હેઠળ કરવામાં આવી રહેલી કડક કાર્યવાહી બાબતે હવે ઇન્ડિયન હોટેલ ઍન્ડ રેસ્ટોરાં અસોસિએશન (AHAR)ના વડા વિજય શેટ્ટીએ કહ્યું હતું કે ‘ઉંદરો અને કૉક્રૉચ પર કન્ટ્રોલ કરવો એ હોટેલો માટે ગજા બહારની વાત છે. એથી જો આ બાબતે થોડું ઘણું નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો લાઇસન્સ સસ્પેન્ડ ન કરવું જોઈએ.’
