૨૦૧૯માં એ વખતની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે નરહરિ ઝિરવળને ડેપ્યુટી સ્પીકર બનાવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસની આ સરકારમાં તેઓ મિનિસ્ટર છે.
અજિત પવાર
વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકરનું નામ અજિત પવારની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે ફાઇનલ કરી દીધું છે. આ વખતે આ પદ અજિત પવારના ખાસ અને પિંપરીના ત્રણ વખતના વિધાનસભ્ય અન્ના બનસોડેને આપવામાં આવશે. આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને અજિત પવાર વચ્ચે મીટિંગ થયા બાદ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ૨૦૧૯માં એ વખતની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસે નરહરિ ઝિરવળને ડેપ્યુટી સ્પીકર બનાવ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસની આ સરકારમાં તેઓ મિનિસ્ટર છે.

