Amravati Central Bank Fire: બૅન્ક ખુલ્યાના થોડા સમય પછી ઍર કન્ડીશનર (એસી)માં શોર્ટ સર્કિટ થયો હતો જેને કારણે આગ લાગી હોવાની આશંકા છે. આગ એટલી ભીષણ હતી કે તેણે આખા બૅન્કમાં તે ફેલાઈ ગઈ હતી. આગ લાગતાની સાથે જ બૅન્કના કર્મચારીઓ ગભરાઈને બહાર દોડી ગયા.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં એક બૅન્કને આગ લાગતા તેમાં રાખવામાં આવેલા જરૂરી કાગળપત્રો સહિત લખો રૂપિયાની રોકડ રકમ બળીને ખાખ થઈ ગઈ હોવાની ચોંકાવનારી માહિતી મળી રહી છે. અમરાવતી જિલ્લામાં ચંદુર રેલવે ખાતે આવેલી સેન્ટ્રલ બૅન્કમાં અચાનક આગ લાગી ગઈ હતી. આ ઘટનામાં બૅન્કમાં રાખેલા લાખોની રોકડ રકમ અને મહત્ત્વના દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા હોવાના પણ અહેવાલ છે. આ ઘટનાથી પરિસરમાં ખળભળાટ મચી ગયો હતો, જોકે સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મળેલી માહિતી મુજબ, બૅન્ક ખુલ્યાના થોડા સમય પછી ઍર કન્ડીશનર (એસી)માં શોર્ટ સર્કિટ થયો હતો જેને કારણે આગ લાગી હોવાની આશંકા છે. આગ એટલી ભીષણ હતી કે તેણે આખા બૅન્કમાં તે ફેલાઈ ગઈ હતી. આગ લાગતાની સાથે જ બૅન્કના કર્મચારીઓ ગભરાઈને બહાર દોડી ગયા. કોઈ જાન કે માલનું નુકસાન થયું ન હતું. આગની માહિતી મળતાં જ ચાંદુર રેલવે ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો.
ADVERTISEMENT
ત્યારબાદ ફાયર બ્રિગેડે આગ ઓલવવાનો પ્રયાસ કર્યો. પરંતુ આગ એટલી ભીષણ હતી કે તેને કાબૂમાં લેવી મુશ્કેલ બની ગઈ. પરિસ્થિતિની ગંભીરતા જોઈને, ધામણગાંવ અને તિવાસા અમરાવતી મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી પણ ફાયર એન્જિનો બોલાવવામાં આવ્યા હતા. બૅન્કમાં આગ જોયા બાદ સ્થાનિક નાગરિકોની મોટી ભીડ વિસ્તારમાં એકઠી થઈ ગઈ હતી. પરિસ્થિતિને કાબૂમાં લાવવાની જવાબદારી પોલીસે પણ લેવી પડી.
આ કેસમાં ચંદુર રેલવે પોલીસ સ્ટેશનના SHO અજય અખારીએ જણાવ્યું હતું કે બૅન્કમાં રહેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો છે. બૅન્ક વહીવટીતંત્ર તરફથી હજી સુધી કોઈ લેખિત માહિતી કે ફરિયાદ મળી નથી. જોકે, સૂત્રોના જણાવ્યા અનુસાર, આગમાં લાખો રૂપિયાનો માલ બળીને ખાખ થઈ ગયો છે. બૅન્કના વરિષ્ઠ અધિકારીઓ હાલમાં આ મામલાની તપાસ કરી રહ્યા છે. આગનું ચોક્કસ કારણ નક્કી કરવા માટે ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી શકે છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
મુંબઈમાં પણ આગની ઘટના
ધારાવી ટી જંક્શનથી માહિમ રાહેજા હૉસ્પિટલ પાસે ઊતરતા બ્રિજ પર ગઈ કાલે સાંજે પાંચ વાગ્યે રોડની સાઇડમાં પડેલા કચરામાં આગ ફાટી નીકળી હતી. એ જગ્યાએ ઘણી મોટરસાઇકલ અને ફોર-વ્હીલર પાર્ક કરવામાં આવ્યાં હતાં. આગ લાગતાં જ લોકો દોડ્યા હતા અને પાર્ક કરેલાં વાહનો હટાવવાનું ચાલુ કર્યું હતું. એમ છતાં પાર્ક કરવામાં આવેલી બે કાર આ આગની ઝપટમાં આવી ગઈ હતી. ફાયર બ્રિગેડને આગ લાગ્યાની જાણ થતાં ફાયર એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ ઓલવી તો હતી, પણ એ પહેલાં એ બન્ને કાર બળીને ખાખ થઈ ગઈ હતી.

