૪૧ વર્ષના પોલીસ-કૉન્સ્ટેબલ અજય ગવ્હાણેનું રવિવારે મોડી રાતે હિન્દુજા હૉસ્પિટલમાં મોત થયું હતું
અજય ગવ્હાણે
ઘાટકોપર-ઈસ્ટના નાઇન્ટી ફીટ રોડ પર આરે દૂધ કેન્દ્ર નજીક રસ્તા પર પાર્ક કરેલા દૂધના ટૅન્કર સાથે પાછળથી બાઇક અથડાતાં ૪૧ વર્ષના પોલીસ-કૉન્સ્ટેબલ અજય ગવ્હાણેનું રવિવારે મોડી રાતે હિન્દુજા હૉસ્પિટલમાં મોત થયું હતું. આ મામલે પંતનગર પોલીસે રસ્તા પર ગેરકાયદે દૂધનું ટૅન્કર પાર્ક કરનાર સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. બાંદરા પોલીસ-સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ-કૉન્સ્ટેબલ અજય ગવ્હાણે રવિવારે રાતે એક સંબંધીને મળીને બાઇક પર ઘરે પાછો જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત થયો હતો. આ કેસમાં પોલીસે ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ સહિત ટૅન્કર પાર્ક કરનાર ડ્રાઇવરનું સ્ટેટમેન્ટ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં થયેલા અજયના મૃત્યુ બાદ પોલીસ-વિભાગમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.


