ભારતની મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ જીતની ઉજવણી માટે 7 નવેમ્બરના રોજ ઘૂમર ફરીથી રિલીઝ થઈ રહી છે. અભિષેક બચ્ચન-સૈયામી ખેર સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ સિનેમાઘરોમાં પરત ફરી રહી છે.
ઘૂમર ફરીથી રિલીઝ થઈ રહી છે.
અભિષેક બચ્ચન અને સૈયામી ખેર સ્ટારર સ્પોર્ટ્સ-ડ્રામા ‘ઘૂમર’ ૭ નવેમ્બરે રીરિલીઝ થવાની છે. આ રીરિલીઝનો નિર્ણય ભારતની મહિલા ક્રિકેટ ટીમની તાજેતરની વર્લ્ડ કપ જીતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ડિરેક્ટર આર. બાલ્કીની આ ફિલ્મ ૨૦૨૩ની ૧૮ ઑગસ્ટે રિલીઝ થઈ હતી. ‘ઘૂમર’માં એવી મહિલા ક્રિકેટરની વાર્તા બતાવવામાં આવી છે જે પોતાના કોચના સહકારથી પડકારો પર વિજય મેળવે છે. સૌથી ખાસ વાત એ છે કે આ ફિલ્મનું શૂટિંગ એ જ નેરુળના ડી. વાય. પાટીલ સ્ટેડિયમમાં થયું હતું જ્યાં ભારતીય મહિલા ટીમે વર્લ્ડ કપ જીત્યો છે.


