પાકિસ્તાનથી બોલીએ છીએ એમ કહીને BJPનાં ભૂતપૂર્વ સંસદસભ્ય નવનીત રાણાને મળી ધમકી
નવનીત રાણા
ભારતીય જનતા પાર્ટી (BJP)નાં અમરાવતીનાં ભૂતપૂર્વ સંસદસભ્ય અને હિન્દુ શેરની તરીકે ઓળખાતાં નવનીત રાણાને પાકિસ્તાનમાંથી જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાનું જાણવા મળ્યું હતું. નવનીત રાણાના વિધાનસભ્ય પતિ રવિ રાણાના મોબાઇલ નંબર પર ધમકી આપવામાં આવી હોવાથી મુંબઈ પોલીસના ખાર પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પાકિસ્તાનથી બોલીએ છીએ એમ કહીને રવિ રાણાને આવેલા કૉલમાં ધમકી આપનારાએ કહ્યું હતું કે ‘હમારે પાસ તુમ્હારી પૂરી જાનકારી હૈ, હિન્દુ શેરની, તૂ કુછ હી દિનોં કી મેહમાન હૈ, તુઝે ખતમ કર દેંગે. ના સિંદૂર બચેગા, ના સિંદૂર લગાને વાલી બચેગી.’
ADVERTISEMENT
રવિવારે આ ધમકીનો કૉલ મળતાં વિધાનસભ્ય રવિ રાણાએ ખાર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હોવાથી પોલીસે ફોન નંબર પરથી ધમકી આપનારાને ટ્રેસ કરવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધની સ્થિતિ છે ત્યારે BJPના વિધાનસભ્યને તેમની પત્નીને જાનથી મારી નાખવાની ધમકી મળી હોવાથી ખળભળાટ મચી ગયો છે.
નવનીત રાણા શું બોલેલાં?
દરમ્યાન, ઑપરેશન સિંદૂર વિશે નવનીત રાણાએ બે દિવસ પહેલાં પાકિસ્તાનને થયેલા નુકસાન વિશે કહ્યું હતું કે ‘ઘરની અંદર ઘૂસીને માર્યા છે. તમારી કબરો તૈયાર છે. દિલ્હીની ગાદી પર તમારા બાપ મોદી બેસેલા છે. શું કહે છે છોટા પાકિસ્તાન? બકરીની માતાને કેટલા દિવસ સુરક્ષા મળશે? એક-એક કરીને મારીશું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હું દિલથી ધન્યવાદ અને અભિનંદન કરું છું.’

