Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગુરુવારે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણી નહીં આવે

ગુરુવારે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પાણી નહીં આવે

Published : 25 November, 2026 08:52 AM | Modified : 25 November, 2026 08:56 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શુક્રવારે પણ પાણીનું પ્રેશર ઓછું રહેશે. સમારકામ કરાયેલું હોવાથી પાણીમાં માટી આવવાની શક્યતા છે, માટે લોકોને પાણી ઉકાળીને પીવાનું સૂચન BMCએ કર્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા પવઈના રિઝર્વાેયરમાંથી પાણીની સપ્લાય કરતી મેઇન પાઇપલાઇનનું સમારકામ ગુરુવારે હાથ ધરાવાનું છે. ગુરુવારે સવારે ૯ વાગ્યાથી શુક્રવારે સવારે ૯ વાગ્યા સુધી આ કામ ચાલવાનું છે. આ સમયગાળા દરમ્યાન BMCના G નૉર્થ, K સાઉથ, K નૉર્થ, H ઈસ્ટ અને S વૉર્ડમાં પાણીસપ્લાય રોકી દેવામાં આવશે. એ ઉપરાંત K સાઉથ અને N વૉર્ડમાં પાણીનું પ્રેશર ઓછું રહેશે. શુક્રવારે પણ પાણીનું પ્રેશર ઓછું રહેશે. સમારકામ કરાયેલું હોવાથી પાણીમાં માટી આવવાની શક્યતા છે, માટે લોકોને પાણી ઉકાળીને પીવાનું સૂચન BMCએ કર્યું છે.

ધારાવી, માહિમ, અંધેરી-ઈસ્ટ, પવઈ, બાંદરા ટર્મિનસ, બાંદરા-ઈસ્ટ, ભાંડુપ અને કાંજુરમાર્ગના કેટલાક વિસ્તારોમાં પાણીની સપ્લાય નહીં થાય. શુક્રવારે પાણીનું પ્રેશર ઓછું રહેશે એથી લોકોને સાચવીને પાણી વાપરવાની સલાહ આપવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK