બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ પણ એક નિર્દેશ બહાર પાડીને ૮ જુલાઈથી એના પર પ્રતિબંધ મૂકવામાં આવશે એવી જાહેરાત કરી હતી. જે લોકો એનું ઉલ્લંઘન કરશે એની સામે સખત કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
તસવીર સૌજન્ય મિડ-ડે
મુંબઈમાં વધતા જતા ઍર-પૉલ્યુશન અને એના કારણે લોકોના સ્વાસ્થ્ય પર થતી અવળી અસરને ધ્યાનમાં રાખીને બૉમ્બે હાઈ કોર્ટે છ મહિનાની અંદર બેકરી, હોટેલ અને સ્ટ્રીટ ફૂડ વેચનારાઓને કોલસો કે લાકડાનો ઉપયોગ કરીને આઇટમ્સ બનાવવા પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યા બાદ ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ પણ એક નિર્દેશ બહાર પાડીને ૮ જુલાઈથી એના પર પ્રતિબંધ મૂકવામાં આવશે એવી જાહેરાત કરી હતી. જે લોકો એનું ઉલ્લંઘન કરશે એની સામે સખત કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે. ૮ જુલાઈ પછી તેમણે કોઈ પણ આઇટમ બનાવવા માટે ક્લીન એનર્જી સોર્સ વાપરવો પડશે. એ પછી એ લોકો લાકડું કે કોલસો નહીં વાપરી શકે.
BMCના ઍડિશનલ કમિશનર અશ્વિની જોશીએ આ સંદર્ભે કહ્યું હતું કે ‘લાકડું અને કોલસો બાળવાથી એમાંથી હાનિકારક ગૅસ બહાર પડે છે જે ઍર-ક્વૉલિટીને ખરાબ કરે છે અને એને કારણે લોકોને શ્વાસની તકલીફ થાય છે. એથી ક્લીન ફ્યુઅલનો ઉપયોગ કરો અથવા કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહો.’

