કાંદિવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર પોઇસર ડેપો પહેલાં આવતી મસ્જિદ પાસે રોડ-વાઇડનિંગની વચ્ચે આવતી ૩૦ દુકાનો પર બુલડોઝર ફેરવ્યું હતું
તસવીર :નિમેશ દવે
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના અધિકારીઓએ ગઈ કાલે કાંદિવલી-વેસ્ટમાં એસ. વી. રોડ પર પોઇસર ડેપો પહેલાં આવતી મસ્જિદ પાસે રોડ-વાઇડનિંગની વચ્ચે આવતી ૩૦ દુકાનો પર બુલડોઝર ફેરવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી BMC દ્વારા આ દુકાનદારોને નોટિસ આપવામાં આવતી હતી. પચાસ વર્ષથી પણ વધારે સમયથી આ દુકાનો ત્યાં હોવાથી તેમને વૈકલ્પિક જગ્યા આપવામાં આવી હોવાનું અથવા તો વળતર ચૂકવવામાં આવ્યું હોવાનું કહેવાય છે. આ દુકાનોને લીધે એસ. વી. રોડ સાંકડો થઈ જતો હતો અને ઘણી વાર ટ્રૅફિક પણ જૅમ થઈ જતો હતો. ગઈ કાલે પણ તોડકામને લીધે આખો દિવસ ટ્રૅફિક જૅમ રહ્યો હતો. આ પહેલાં ૨૦૨૩માં મલાડ-વેસ્ટમાં એસ. વી. રોડના વાઇડનિંગમાં આડે આવતી દુકાનો અને ઘરોને તોડી પાડવામાં આવ્યાં હતાં.

