Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બોરીવલીના વિખ્યાત બૅન્ક્વેટ હૉલ પર BMCનો હથોડો

બોરીવલીના વિખ્યાત બૅન્ક્વેટ હૉલ પર BMCનો હથોડો

Published : 03 June, 2025 08:28 AM | Modified : 03 June, 2025 08:29 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લિન્ક રોડ પર આવેલા ઓપલ કન્વેન્શન સેન્ટરના ડોમને તોડી પાડવામાં આવ્યું

ગઈ કાલે બોરીવલીના ઓપલ કન્વેન્શન સેન્ટરને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. તસવીર : નિમેશ દવે

ગઈ કાલે બોરીવલીના ઓપલ કન્વેન્શન સેન્ટરને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું હતું. તસવીર : નિમેશ દવે


દહિસર-વેસ્ટમાં લિન્ક રોડ પર ગરબા, મોટાં લગ્નો અને ભવ્ય ફંક્શનો માટે ગુજરાતીઓના માનીતા ઓપલ કન્વેન્શન સેન્ટર પર ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ કાર્યવાહી કરીને આખો ડોમ તોડી પાડ્યો હતો. આ ઍરકન્ડિશન્ડ ડોમના માલિકો દ્વારા એને રેગ્યુલરાઇઝ કરાવવા BMCમાં અરજી કરવામાં આવી હતી. એ અરજી રિજેક્ટ થતાં BMCના આર-નૉર્થ વૉર્ડે ગઈ કાલે આ કાર્યવાહી કરી હતી. થોડા વખત પહેલાં આવી જ કાર્યવાહી લિન્ક રોડ પર આવેલા કે, ડિવાઇન લૉન્સ ઍન્ડ કન્વેન્શન સેન્ટર પર કરવામાં આવી હતી. એ કાર્યવાહી BMCના આર-સેન્ટ્રલ વૉર્ડ દ્વારા કરવામાં આવી હતી.


તોડકામની આ કાર્યવાહી વિશે માહિતી આપતાં BMCના આર-વૉર્ડના એક્ઝિક્યુટિવ એન્જિનિયર નયનીશ વેન્ગુર્લેકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી વૉર્ડ-ઑફિસ તરફથી ઓપલને કહેવામાં આવ્યું હતું કે તેમણે જે બાંધકામ કર્યું છે એ ગેરકાયદે હોવાથી તેઓ એ હટાવી લે. એની સામે ઓપલ કન્વેન્શન સેન્ટરના માલિકો કોર્ટમાં ગયા હતા. કોર્ટમાં તેમણે એવી રજૂઆત કરી હતી કે એ બાંધકામને એ લોકો રેગ્યુલરાઇઝ કરાવી લેશે. એથી કોર્ટે તેમને એ માટે પરવાનગી આપી હતી. એ પછી તેમણે ‍BMCના બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટમાં એ બાંધકામ રેગ્યુલરાઇઝ કરાવવા અરજી કરી હતી. એ અરજી બિલ્ડિંગ પ્રપોઝલ ડિપાર્ટમેન્ટે હાલમાં જ રિજેક્ટ કરી હતી. એ બાબતની જાણ થતાં અમે ઇમિજિએટ ઍક્શન લઈને તોડકામની કાર્યવાહી કરી હતી.’



એવું જાણવા મળ્યું હતું કે ગઈ કાલે ત્યાં કોઈ મૅરેજ-ફંક્શન હતું અને સવારના જ તોડકામની કાર્યવાહી કરવામાં આવતાં પ્રસંગ અટકી પડ્યો હતો. ઓપલ કન્વેન્શન સેન્ટરના માલિકોનું આ કાર્યવાહી બાબતે શું કહેવું છે એ જાણવા ‘મિડ-ડે’એ તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ વાત થઈ શકી નહોતી.  


કોરોના અપડેટ

મુંબઈમાં ગઈ કાલે નવા ૨૦ કેસ નોંધાયા


મહારાષ્ટ્રમાં ગઈ કાલે નવા ૫૯ કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં ગઈ કાલે ઍક્ટિવ કેસ હતા ૪૯૪

Whatsapp-channel Whatsapp-channel

03 June, 2025 08:29 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK