બીજી નવેમ્બર સુધી સ્ટે આપ્યો છે જેમાં તેને ૨૮ ઑક્ટોબર સુધીમાં ભારત છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું.
ઇમરાન ખાન
બૉમ્બે હાઈ કોર્ટે મંગળવારે ફૉરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઑફિસ (FRRO) દ્વારા અમેરિકી નાગરિક અને બૉલીવુડના અભિનેતા ઇમરાન ખાનને આપવામાં આવેલી એ નોટિસ પર બીજી નવેમ્બર સુધી સ્ટે આપ્યો છે જેમાં તેને ૨૮ ઑક્ટોબર સુધીમાં ભારત છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું.
ઇમરાન ખાનના વકીલે ૨૮ ઑક્ટોબરની સમયમર્યાદાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ત્યાં સુધી કોઈ કડક કે દબાણયુક્ત પગલાં લેવામાં ન આવવાં જોઈએ. આના જવાબમાં ઍડિશનલ સૉલિસિટર જનરલ અનિલ સિંહે મૌખિક ખાતરી આપી હતી કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે નહીં. ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં આયોજિત એક વિરોધ-પ્રદર્શનમાં ભાગ લીધા બાદ FRROએ ઇમરાનને આ નોટિસ ફટકારી હતી. નોટિસ મુજબ ઇમરાન ખાનને ૨૮ ઑક્ટોબર સુધીમાં દેશ છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું. ઇમરાન ખાન ભારતનો નાગરિક નથી, તે ઓવરસીઝ સિટિઝન ઑફ ઇન્ડિયાનું કાર્ડ ધરાવે છે.
