આ સમય દરમ્યાન ફ્લાઇટ ઑપરેશન, ટેક-ઑફ અને લૅન્ડિંગ બંધ રહેશે.
પ્રતીકાત્મક તસવીર
મૉન્સૂન પહેલાં ઍરપોર્ટના બન્ને રનવેના મેઇન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી ૮ મેએ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના બન્ને રનવે સવારના ૧૧ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી બંધ રહેશે એમ મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ લિમિટેડ (MIAL)એ જણાવ્યું છે.
આ સમય દરમ્યાન ફ્લાઇટ ઑપરેશન, ટેક-ઑફ અને લૅન્ડિંગ બંધ રહેશે. MIAL દ્વારા દરેક ઍરલાઇન્સને આ વિશે નિયમ મુજબ ૬ મહિના પહેલાં જ જણાવી દેવાયું છે જેથી તેઓ તેમની ફ્લાઇટનું સમયપત્રક એ પ્રમાણે નક્કી કરી શકે.
ADVERTISEMENT
MIALએ આ બાબતે કહ્યું હતું કે ‘મૉન્સૂનમાં વિમાનને ટેક-ઑફ અને લૅન્ડિંગમાં કોઈ સમસ્યા ન રહે એ માટે આ મેઇન્ટેનન્સ કરવું જરૂરી છે. એક્સપર્ટ દ્વારા એ વખતે રનવેનું ચેકિંગ કરીને જે પણ જરૂરી જણાશે એ ઉપાયો યોજાશે. એની સાથે જ રનવે પર પાણી ન ભરાય એ માટેની પણ તકેદારી લેવામાં આવશે.’

