Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Chembur Metro Pillar Collapse: ચેમ્બુરમાં અંડર-કન્સ્ટ્રક્શન મેટ્રો પિલર ધરાશાયી- બાજુમાં જ હતી હાઉસિંગ સોસાયટી

Chembur Metro Pillar Collapse: ચેમ્બુરમાં અંડર-કન્સ્ટ્રક્શન મેટ્રો પિલર ધરાશાયી- બાજુમાં જ હતી હાઉસિંગ સોસાયટી

Published : 31 January, 2025 08:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Chembur Metro Pillar Collapse: બે દિવસમાં આ આખી ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને આ કઈ રીતે બન્યું તેની વિગતો મેળવવામાં આવશે. 

સ્ટીલનું માળખું બાજુમાં આવેલી રહેણાંક સોસાયટીના સિક્યુરિટી ગાર્ડની કેબિન પર તૂટી પડ્યું હતું. (ફાઇલ તસવીર)

સ્ટીલનું માળખું બાજુમાં આવેલી રહેણાંક સોસાયટીના સિક્યુરિટી ગાર્ડની કેબિન પર તૂટી પડ્યું હતું. (ફાઇલ તસવીર)


ચેમ્બુરમાં મેટ્રોનું કામ ચાલી રહ્યું છે. વડાલા તરફ જનાર આ મેટ્રોનું કામ હજી તો અધૂરું છે ત્યાં એવા સમાચાર આવ્યા છે કે જેણે ચિંતા ઊભી કરી છે. આજે વહેલી સવારે અંડર કન્સ્ટ્રક્શન મેટ્રોનો પિલર તૂટી પડ્યો (Chembur Metro Pillar Collapse) હતો. વહેલી સવારની આસપાસ બનેલો આ બનાવ મુંબઈમાં ચેમ્બુર વિસ્તારના સુમન નગરમાં બન્યો છે. એક નિર્માણાધીન મેટ્રોનો પિલર ધરાશાયી થયો હતો. 


સ્ટીલનું માળખું પડી ગયું છે 



સાયન-ટ્રોમ્બે રોડ પર મેટ્રો લાઇન 4 (વડાલા-ઘાટકોપર-કાસરવડાવલી)નું કામ ચાલી રહ્યું છે, તે દરમિયાન મેટ્રો પિલર માટે `રિઇન્ફોર્સમેન્ટ કેજ` તરીકે ઓળખાતું સ્ટીલનું માળખું ધરાશાયી થઈ જતાં મોટી દુર્ઘટના (Chembur Metro Pillar Collapse) ટળી છે.


આ ઘટના બની છે તે હાઉસિંગ સોસાયટીના પરિસરમાં છે. પ્રાથમિક માહિતી અનુસાર ચોરસ આકારનું સ્ટીલનું માળખું થયું હતું, જોકે, આમાં કોઈ જાનહાનિ થઈ નથી, તે રાહતના સમાચાર છે. 

મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ)ના પ્રવક્તા પાસેથી મળતી માહિતી અનુસાર આવનાર બે દિવસમાં આ આખી ઘટનાની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને આ કઈ રીતે બન્યું તેની વિગતો (Chembur Metro Pillar Collapse) મેળવવામાં આવશે. 


MMRDAના અધિકારીઓ પર આ સ્થળ પર પહોંચી ગયા હતા અને પ્રારંભિક તારણોની સમીક્ષા કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પિલર 150C પર બાંધકામ ચાલી રહ્યું હતું, જ્યાં લગભગ 4.5 મીટરનો પહેલો સેક્શન બનાવવામાં આવ્યો હતો અને બીજા સેક્શન માટે વધુ મજબૂતીકરણ સાથેનું માળખું ઉમેરવાની કામગીરી કામદારો દ્વારા ચાલી રહ્યું હતું. કામદારો 8 મીટરના સ્ટીલના સળિયાનું માળખું બેસાડી રહ્યાં હતા, તે ધરાશાયી થયું છે. 

કામચલાઉ શટરિંગ તોડવામાં આવી રહ્યું હતું તે સમયે આ સ્ટીલનું માળખું તૂટી ગયું હતું. ટર્નબકલ, જે એક પ્રકારનું મેટલ ફાસ્ટનર છે, જે કોંક્રીટ બ્લોક સાથે જોડાયેલું હોય છે. તે પડી ગયું હતું. તે બાજુના મકાન તરફ પડ્યું હોવઅને કારણે ચિંતા વધી હતી. જોકે, આ દુર્ઘટનામાં કોઈપણ વ્યક્તિને ઈજા થઈ ન હતી. માત્ર સુરક્ષા કેબિનની મેટલ શીટને નુકસાન પહોંચ્યું હતું. કન્સલ્ટન્ટ દ્વારા સ્વતંત્ર તપાસ હાથ ધરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે.

બાજુના હાઉસિંગ સોસાયટી હોવઅને કારણે ભયજનક સ્થિતિ 

હવે આ જે પિલર ધરાશાયી (Chembur Metro Pillar Collapse) થયો છે તે પ્રકારના પિલર્સ મુખ્યત્વે માટી અને કોંક્રીટની મદદથી ઉભા કરવામાં આવે છે. પણ તેની આસપાસ હાઉસિંગ સોસાયટી હોવાને કારણે તે પડવાથી થતાં નુકસાનનો ભય વધારે લાગે છે. આ પિલર જ્યાં પડ્યો તેની બાજુમાં જ સુમન નગર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી છે તો તેના પરિસરમાં આંશિક રીતે તે તૂટી પડ્યો છે. તે સોસાયટીના સિક્યુરિટી ગાર્ડના રૂમ પર અને ખુલ્લી જગ્યામાં પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

Whatsapp-channel Whatsapp-channel

31 January, 2025 08:31 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK