NCPના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન છગન ભુજબળે કહ્યું...
છગન ભુજબળ
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના વરીષ્ઠ નેતા અને ભૂતપૂર્વ પ્રધાન છગન ભુજબળે ગઈ કાલે કહ્યું હતું કે ‘પહલગામમાં કરવામાં આવેલા હુમલાનો મુખ્ય ધ્યેય કોમી રમખાણો કરાવવાનું જ છે. આપણે આતંકવાદીઓની ફેલાયેલી આ જાળમાં ન ફસાતાં એકતા રાખવી જોઈએ. હિન્દુ-મુસ્લિમનો પ્રચાર બંધ કરવો જોઈએ. આતંકવાદનો સામનો કરવા માટે આપણે એક થવું પડશે. કાશ્મીર સહિત દેશન મુસ્લિમોએ આ હુમલાની નિંદા કરી છે અને પહલગામમાં મુસ્લિમને પણ ગોળી વાગી જ છે.’
BJPના નેતા અને મહારાષ્ટ્રના પોર્ટ્સ મિનિસ્ટર નીતેશ રાણેએ અગાઉ નિવેદન આપ્યું હતું કે હિન્દુઓએ દુકાનદારને તેનો ધર્મ પૂછીને ખરીદી કરવી જોઈએ. આ નિવેદનના અનુસંધાનમાં છગન ભુજબળે રવિવારે ઉપરોક્ત નિવેદન આપ્યું હતું.

