Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > જો ઉદ્ધવ ઠાકરે રામરક્ષા સ્તોત્રનાં બે પાનાં પણ બરાબર વાંચે તો હું તેમની સાથે આવીને રામરક્ષા પઠન કરીશ

જો ઉદ્ધવ ઠાકરે રામરક્ષા સ્તોત્રનાં બે પાનાં પણ બરાબર વાંચે તો હું તેમની સાથે આવીને રામરક્ષા પઠન કરીશ

Published : 15 July, 2026 06:10 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઉદ્ધવ ઠાકરેએ શરૂ કરેલા રામરક્ષા આંદોલન વિશે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની ટીકા

દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે

દેવેન્દ્ર ફડણવીસ અને ઉદ્ધવ ઠાકરે


ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનચોરીના મુદ્દે રામરક્ષા આંદોલન શરૂ કર્યું ત્યાર બાદ ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. મંગળવારે દેવેન્દ્ર ફડણવીસે ઉદ્ધવ ઠાકરેને તે રાજકીય ક્ષેત્રે હવે કોઈ મહત્ત્વ ધરાવતા ન હોવાનું કહી તેમને એક હતાશ થઈ ગયેલી વ્યક્તિ ગણાવ્યા હતા તેમ જ ઉદ્ધવ ઠાકરેને જો રામરક્ષા સ્તોત્રનું પઠન કરતાં આવડે તો પોતે પણ તેમની સાથે પઠન કરવા તૈયાર હોવાનું કહ્યું હતું.

દેવેન્દ્ર ફડણવીસે રામરક્ષા આંદોલન વિશે પ્રતિક્રિયા આપતી વખતે ઉદ્ધવ ઠાકરેની ટીકા કરતાં કહ્યું હતું કે ‘રામરક્ષા સ્તોત્રનું જ્ઞાન જ ન હોય તો રામરક્ષા આંદોલન કરવું યોગ્ય નથી. ઉદ્ધવજીએ પહેલાં રામરક્ષા સ્તોત્રનું પઠન કઈ રીતે કરવું એ શીખવું જોઈએ. એક વખત એ શીખી જાય, બે પાનાં બરાબર વાંચે ત્યાર પછી હું પણ તેમની સાથે આવીને રામરક્ષાનું પઠન કરીશ. સમજાય નહીં તો વાંધો નહીં, તેમણે પઠન કરતાં તો શીખવું જોઈએ. અગાઉ પણ મુંબઈમાં તે બરાબર વાંચી શક્યા નહોતા.’   


Whatsapp-channel Whatsapp-channel

15 July, 2026 06:10 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK