આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આ નવું સંકુલ સેવનસ્ટાર હોટેલ જેવું નહીં પણ ન્યાયનું મંદિર બનવું જોઈએ.
ગઈ કાલે બાંદરા-ઈસ્ટમાં નવા બૉમ્બે હાઈ કોર્ટ કૉમ્પ્લેક્સના ખાતમુહૂર્ત પ્રસંગે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ભૂષણ ગવઈ, બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રશેખર, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ તથા નાયબ મુખ્ય પ્રધાનો એકનાથ શિંદે અને અજિત પવાર. તસવીર : શાદાબ ખાન
ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા (CJI) ભૂષણ ગવઈએ ગઈ કાલે બાંદરા-ઈસ્ટમાં નવા બૉમ્બે હાઈ કોર્ટ કૉમ્પ્લેક્સનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે આ નવું સંકુલ સેવનસ્ટાર હોટેલ જેવું નહીં પણ ન્યાયનું મંદિર બનવું જોઈએ.
કોર્ટની ઇમારતો ડિઝાઇન કરતી વખતે અમે ન્યાયાધીશોની જરૂરિયાતોને ધ્યાનમાં લઈએ છીએ એવું જણાવીને CJIએ કહ્યું હતું કે ‘જોકે એ ભૂલવું ન જોઈએ કે આપણું અસ્તિત્વ જ નાગરિકો અને પિટિશનરોની જરૂરિયાતો માટે છે. આ નવી ઇમારત બંધારણમાં સમાવવામાં આવેલાં લોકશાહી મૂલ્યો દર્શાવતી હોવી જોઈએ.’


